Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં 2301લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યકમો યોજાયા

Share

વાંકલ ::માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે ખોટારામપુરા ખાતે તાપી કરજણ લિંક યોજનાનું ખેડૂતોના ખેતર સુધી પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાના કામનું ખાતમુહૂર્ત અંદાજીત ખર્ચ 1400લાખ અને 14.50લાખના તૈયાર થયેલ આંગણવાડી કેન્દ્ર નું લોકાર્પણ કરાયું હતું.વાડી કેવડી ગોંડલીયા તરફ જતા રસ્તે બોક્ષકલર્ટ, ગોંડલીયા 125લાખ ના ખર્ચે તૈયાર થયેલ નું લોકાર્પણ,106લાખના ખર્ચે તૈયાર થયેલ નવા 8ઓરડા નું લોકાર્પણ,ભીલવાડા ખાતે 150લાખના ખર્ચે તૈયાર થનાર શાળા ના 6ઓરડા નું ખાતમુહૂર્ત,65લાખના ખર્ચે તૈયાર થયેલ ભડકુવા થી સતકૈવલ મંદિર તરફ જતા નું લોકાર્પણ તેમજ 405લાખના ખર્ચે તૈયાર થયેલ વાંકલ લવેટ રોડ નું લોકાર્પણ અને 35લાખના ખર્ચે તૈયાર થયેલ લવેટ આરોગ્ય કેન્દ્ર નું સબ સેન્ટર નું લોકાર્પણ કરાયું હતું. આ તકે દિલીપસિંહ રાઠોડ,દિપક વસાવા, દિનેશ સુરતી,અફઝલ ખાન પઠાણ,તાલુકા પંચાયત સદસ્ય યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિ બેન મૈસુરીયા,સરપંચ નરેશ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નબીપુર નજીક આવેલ વિસામા હોટલ ખાતેથી ગેરકાયદેસરનો ડીઝલનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનુ કાઉન ડાઉન શરૂ……

ProudOfGujarat

રાજપીપળામાં 3 દિવસનું 25 મુ રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસમેલન યોજાયું,આદિવાસી મહારેલીએ શહેરમાં આકર્ષણ જમાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!