Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા કોવીડ હોસ્પિટલમાંથી મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ બગડતા અન્ય વાહનમાં મૃતદેહ લઈ જવાની ફરજ પડી.

Share

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીનું મોત થયા હોય તો તેના મૃતદેહને સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે તેના સામાન સાથે મોકલવામાં આવે છે. ત્યારે તાજેતરમાં આવા જ એક મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઇ જવાની ફરજ પડી ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ બગડી જવાનો અને કોરોના ગ્રસ્ત મૃતદેહને અન્ય વાહનમાં ખસેડવાની ફરજ પડી ત્યારે એમ્બ્યુલન્સમાંથી કેટલોક સામાન રસ્તા ઉપર પડી જતા આ મોતનું પડીકું જોઇ લોકોમાં ચિંતાનો વિષય બન્યો હતો.

બનાવની વિગત અનુસાર રાજપીપળા કોવિડ હોસ્પિટલમાંથી એક મૃતદેહને અન્ય સ્થળે ખસેડાયા તો હતો. ત્યારે મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ અચાનક કોઈ કારણસર બગડી જતાં અંદરના મૃતદેહને અન્ય વાહનમાં ખસેડવાની ફરજ પડી હતી. રાજપીપળામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આ ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા કરાયેલી બેદરકારી સામે આવી હતી. આવી એમ્બ્યુલન્સ કોવીડમાંથી નીકળેલા મૃતદેહો રહેણાક વિસ્તારમાંથી લઈ જવામાં આવે છે જે ચિંતાનો વિષય બન્યો હતો. હાલ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દરરોજ અમુક લોકોના મોત નિપજે છે. જેને સાંજ સુધી ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મોકલાઇ રહ્યા છે. પરંતુ આ એમ્બ્યુલન્સને નગરના ભરચક રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે.

Advertisement

તાજેતરમાં સવારે એક મૃતદેહ લઈ જતી એક ખાનગી એમ્બ્યુલન્સ ચાર રસ્તા પાસે બગડતા અંદરનો મૃતદેહ અન્ય ગાડીમાં શિફ્ટ કરયો સ્મશાને લઇ જવાયો, ત્યારે બગડેલી ગાડીમાંથી ફૂલ અને અન્ય લીકવીડ માર્ગ પર વેરાયું હતું જે મોતના પડીકા સામાન રસ્તા ઉપર મૂકીને એમ્બ્યુલન્સ ચાલી ગઈ ત્યારે આ મોતનો સામાન જોઈને ત્યાંના સ્થાનિક રહીશોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. આ સામાનને કોઈ અડે તો કોરોના સંક્રમિત થવાની ભીતિથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો, તંત્ર આવી બેદરકારી સામે યોગ્ય પગલાં લે તેવી અને એ જગ્યાએ સંપૂર્ણ સેનીટાઇઝર કરે એવી માંગ થઇ હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

પાલેજ નજીક સીટી પોઈંન્ટ હોટલ વિસ્તાર પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

રાજપીપળામાં વનબંધુ કલ્યાણ પ્રચાર-પ્રસાર-લોકજાગૃત્તિ કેળવવા નર્મદા જિલ્લાના સરપંચશ્રીઓ માટે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

બિગ બોસ 16 : ‘બિગ બોસ 16’ ની શું હશે થીમ અને ક્યારે શરૂ થશે? બધા અપડેટસ જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!