Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસે ઝડપી લીધો.

Share

ભરૂચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસે વાલિયા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચના ભઠીયારવાડ નજીકથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે ભરૂચ બી.ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો. વાલિયા પોલીસ મથકે વર્ષ 2019 દરમ્યાન આઇપીસી એક્ટ કલમ 420,406,120(બી), 114 મુજબના છેતરપિંડીના ગુનામાં એક આરોપી મહંમદ હારુન ઉર્ફે સઉદ નૂરમોહમ્મદ કુરેશી (રહે. ભરૂચ) ભરૂચના ભઠીયારવાડ નજીક ફરી રહ્યો છે, જે અંગેની બાતમી ભરૂચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસને મળતા પોલીસે ત્યાં પહોંચી તેની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી અર્થે ભરૂચ બી.ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

જુના તવરા ગામે ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ઈકો કાર નર્મદા કિનારે ઉતરી ગઈ

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી પોલીસને ચકમો આપી થયો ફરાર.

ProudOfGujarat

મીરે એસેટ રજૂ કરે છે ભારતમાં પ્રથમ પેસિવ બે ઇન્ડિયા નિષ્ક્રિય એનવાયએસઇ એફએએનજી + ફંડસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!