Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી પોલીસને ચકમો આપી થયો ફરાર.

Share

અંકલેશ્વરમાં હત્યાના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીની તબિયત લથડતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયેલ હોય જે જાપ્તાની પોલીસને ચકમો આપી અડધી રાત્રે હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો છે જેની શોધખોળ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં અંકલેશ્વરમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી અનિલ ઉર્ફે માઈકલ અરવિંદ રામા વસાવા નામનાં કેદીની તબિયત લથડી હતી આથી કાચા કામના કેદીને બીમારી સબબ તબિયત લથડતાં તા. 16/1/22 ના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હત્યાનો આરોપી અનિલ ઉર્ફે માઇકલ જાપ્તાની પોલીસને ચકમો આપી મોડી રાત્રે ફરાર થઈ ગયો હતો. હત્યાનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા આ કાચા કામના કેદીને ઝડપી પાડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે તેમજ પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ આરંભી છે. તેમજ જાપ્તાની પોલીસ પર પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પત્રકારો સાથે થતાં પોલીસના ગેરવર્તન સામે DYSP આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

અર્થ ગ્લોબલે ભારતમાં પ્રથમ ખાનગી ક્રેડિટ રોકાણ શરૂ કર્યું; પ્રોજેક્ટ વેચાણ સાથે જોડાયેલા નવીન 4-વર્ષીય NCDs માં રૂ. 700 કરોડનું રોકાણ કર્યું

ProudOfGujarat

બાવાગોર દરગાહનાં ઇતિહાસમાં પ્રથમવાર શબેબરાતનાં તહેવારમાં દરગાહમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!