Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

GSPCના એમ.ડી. અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ :  તા. ૩૦ જૂન સુધી નવા PNG કનેક્શન પર ₹૫૦૦ ડિસ્કાઉન્ટ : ગ્રાહકોને રાહત

Share

 

વાંકલ :: સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે અને વિતરણ વ્યવસ્થા સરળ તથા અવિરત ચાલતી રહે તે હેતુસર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) ના એમ.ડી. શ્રીમતી અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સેવા સદન ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Advertisement

બેઠક દરમિયાન શ્રીમતી અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં પણ સપ્લાય સુનિશ્ચિત રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને મનપા વચ્ચે સંકલન સાથે કામગીરી ચાલી રહી છે, જેના કારણે સુરત જિલ્લામાં સપ્લાય વ્યવસ્થા સુચારૂ રીતે ચાલુ છે.

તેમણે જણાવ્યું કે સુરત શહેરમાં હાલમાં ૧૫.૨૦ લાખથી વધુ ડોમેસ્ટિક PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન કાર્યરત છે. ગેસ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર અને ઓઈલ-ગેસ કંપનીઓ વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે. સાથે જ જ્યાં ગેસલાઈન ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં તા. ૩૦ જૂન સુધી નવા PNG કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકોને ₹૫૦૦નો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે ઇન્સ્ટોલેશન બાદ બિલમાં ક્રેડિટ તરીકે મળશે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર PNG કનેક્શનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો તેમજ રહેણાંક વિસ્તારોમાં નવા કનેક્શન ઝડપથી આપવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લામાં કોમર્શિયલ PNG માટે ૧૮૦૫ અરજીઓ, ૩૯ હોસ્પિટલો અને ૧૬ રેલવે કેન્ટીનોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત ઔદ્યોગિક એકમો, કેન્ટીનો, સમરસ હોસ્ટેલ, કોમ્યુનિટી કિચન અને ધાર્મિક સંસ્થાઓમાં પણ PNG કનેક્શનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે જણાવ્યું હતું કે HPCL, BPCL અને IOCL ના ડીલરો દ્વારા ૫ કિલો અને ૩ કિલોના ગેસ સિલિન્ડરોનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ PNG પાઇપલાઇન કનેક્શનની પ્રક્રિયા સરળ બનાવીને સમયગાળો ૪૫ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરવામાં આવ્યો છે.

બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર તેમજ ઓઈલ-ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ગોધરાનાં પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકીવાસ ખાતે આર.સી.સી. રોડમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા સ્થાનિક રહીશોમાં નારાજગી.

ProudOfGujarat

વલસાડ દોલત-ઉષા ઈન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થીઓ જૂડો સ્પર્ધામાં ઝળક્યા

ProudOfGujarat

દોઢ કરોડના ખર્ચે સ્વીમીંગ પુલ બનાવવાની કામગીરી શરૂ થયા બાદ એ જગ્યાએ જમીનમાંથી પાણી નીકળતું હોવાથી ત્યાં બગીચો બનાવવો : કોંગ્રેસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!