Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા તાલુકાના નસારપુરમાં ડેમમાં પગ લપસી જતા કિશોરનું દુખદ મોત

Share

વાંકલ :: ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે દુર્ઘટનાજન્ય ઘટનામાં એક કિશોરનું મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ નસારપુરના વાંકી ફળિયામાં રહેતો વંશ છનિયા વસાવા (ઉ.વ. 12) પોતાના ઢોરને પાણી પીવડાવવા માટે નજીકના ડેમ ખાતે ગયો હતો.
ઢોરને પાણી પીવડાવી પરત ફરી રહ્યો હતો ત્યારે ઢોરને વાળતા દરમિયાન તેનો અચાનક પગ લપસી ગયો હતો અને તે ડેમના પાણીમાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા અને બાદમાં મૃતદેહને પી.એમ. માટે ઝંખવાવ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વંશના પિતા છનિયા સામસીંગ વસાવાએ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

ભરૂચનાં રોટરી કલબ હોલ ખાતે વેકશીનનો ડોઝ લેવા માટે લોકોની પડાપડી, સામાજીક અંતરનો જોવા મળ્યો અભાવ..!

ProudOfGujarat

ભરૂચની ગટ્ટુ વિદ્યાલયનાં વિદ્યાર્થીની સાઉથ ઇન્ડિયન માર્શલ આર્ટસ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા માટે પસંદગી કરાઇ

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના વગુસણા ગામ નજીક થી પસાર થતી માઇનોર કેનાલ ના પાણી માં મોટરસાયકલ દેખાઈ આવતા ખળભળાટ મચ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!