Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભૃગુઋષી બ્રિજથી કલેક્ટર માર્ગ પર પાર્કિંગનો ત્રાસ : ફૂટપાથ પર વાહનો, રોડ પર લોકો : તંત્ર નિષ્ક્રિય, લોકો પરેશાન

Share

ભરૂચ :


શહેરના મુખ્ય માર્ગોમાં ગણાતા ભૃગુઋષી બ્રિજ થી કલેક્ટર કચેરી સુધીનો રસ્તો હાલ ટ્રાફિક અફરાતફરીનું કેન્દ્ર બની ગયો છે. ફોર વ્હીલ વાહનચાલકો દ્વારા કરવામાં આવતી આડેધડ પાર્કિંગના કારણે સમગ્ર માર્ગ પર વાહનવ્યવહાર પ્રાયઃ ઠપ થઈ જતો જોવા મળી રહ્યો છે. તંત્રની ઉદાસીનતા વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જાય છે.

Advertisement

બ્રિજ પરથી ઉતર્યા બાદ જૂની મામલતદાર કચેરી પાસેથી આશ્રય સોસાયટી અને ગોદી રોડ તરફ વળતા માર્ગ પર પહેલેથી જ ટ્રાફિકનું ભારે દબાણ રહે છે. પરંતુ રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે. વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ આસપાસનો વિસ્તાર તો જાણે બિનઅધિકૃત પાર્કિંગ ઝોન બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર તેમજ ફૂટપાથ પર બેફામ રીતે ઉભા રાખવામાં આવતા કાર અને ટુ-વ્હીલરોના કારણે માર્ગ સંકોચાઈ ગયો છે, પરિણામે સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.

વધુ ચિંતાજનક બાબત એ છે કે ફૂટપાથ પણ વાહન પાર્કિંગ માટે કબજે કરવામાં આવી રહ્યા છે, જેના કારણે પદયાત્રીઓને રોડ પર ચાલવા મજબૂર થવું પડે છે. આ સ્થિતિ અકસ્માતોને આમંત્રણ આપતી સાબિત થઈ રહી છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે તંત્ર માત્ર દર્શક બનીને બેસી રહ્યું છે, જ્યારે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં ન આવતા બેફામ પાર્કિંગ કરનારાઓના હિંમત વધી રહ્યા છે.

શહેરના જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી, દંડાત્મક પગલાં અને સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે. જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય, તો આવનારા દિવસોમાં આ માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

સુરતમાં પ્રોહિબિશનના ગુનાના નાસ્તા-ફરતા આરોપીને પકડી પાડતી ઝોન-૪ સ્કોડ…

ProudOfGujarat

ટ્રેન પર પથ્થર ન ફેકવા અંતર્ગત આરપીએફની મિત્રતા જાગૃતિ અભિયાન…

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ગામે ૫.૨૬ લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ :રાજકિય આગેવાનના ફાર્મ હાઉસમાંથી પકડાયો હોવાની લોકચર્ચા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!