Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં આઈપીએલની મેચ પર ઓનલાઈન સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો 

Share

જંબુસરના શખ્સે તેને ૧૦ હજારમાં આઈડી બનાવી આપી, ૫૦ હજારનું બેલેન્સ કરાવી આપ્યું
1 ભરૂચ ।
ભરૂચમાં મોબાઈલમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતાં શખ્સને એલસીબીની ટીમે ઝડપી પાડયો હતો. પ્રાથમિક પુછપછરમાં જંબુસરના મુખ્ય સુત્રધારે તેને ૧૦ હજારમાં સટ્ટો રમવાની ઓનલાઈના આઈડી બનાવી આપ્યાની કબુલાત કરતાં ટીમે તેને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રિકેટની આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થતાની સાથે જ સફોડિયા એક્શનમાં આવી ગયાં છે. સટ્ટોડિયાઓ પણ હવે ઓનલાઈન આઈડી બનાવી તેના પર જ અલગ અલગ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં હોય છે, ત્યારે ભરૂચ એલસીબીની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘાસમંડાઈ વિસ્તારમાં આવેલાં મુસ્કાન કોમ્પલેક્ષમાં મોહસીન પટેલ નામનો શખ્સ જાહેરમાં બેસી મોબાઈલમાં ઓનલાઈન વેબ સાઈટ પર હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહ્યો છે. જેથી ટીમે તુરંત એકશનમાં આવી સ્થળ પર દરોડો પાડયો હતો. ટીમે મોહસિન હમીદ પટેલ (રહે. વાસમંડાઈ)ને ઝડપી પાડી તેનામોબાઈલમાં તપાસ કરતાં એક ઓનલાઈન એપ્લિકેશનમાં તે કોલકત્તા નાઈટ રાઈડર તેમજ પંજાબ કિંગ્સ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ પર ઓનલાઈનસટ્ટો રમતો હોવાનું માલુમ પડતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
પ્રાથમિક પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે વાહનો લે-વેચ કરવાનો ધંધો કરે છે. તેની મુસ્કાન કોમ્પલેક્ષમાં દુકાન આવેલી છે.જંબુસરના સલીમ પટેલ નામનો શખ્સ તેની સાથે રુબરુમુલાકાત કરી હતી. ભુતકાળમાં પણ તે ઘણી વાર સહો રમી ચુક્યો છે. અરસામાં સલીમ પટેલ મળતાં તેણે એક વેબ સાઈટ પર તેની ઓન લાઈન સટ્ટો રમવા માટે રૂપિયા ૧૦ હજારમાં આઈડી બનાવી આપી હતી. ઉપરાંત ૫૦ હજાર રોકડા લઈ તે રૂપિયા તેની આઈડીના વોલેટમાં બેલેન્સ કરી આપ્યું હતું. ટીમે ઝડપાયેલાં મોહસિન પટેલ પાસેથી તેનો ૧ લાખની મત્તાનો આઈફોન-૧૭ પ્રી મેકક્સ મોબાઈલ તેમજ તેની પાસેથી મળેલાં રોકડા ૪ હજાર જપ્ત કર્યાં હતાં. એલસીબીએ જંબુસરના મુખ્ય સુત્રધાર સલીમ પટેલને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13 ની અટકાયત.

ProudOfGujarat

નડીયાદમાં જર્જરિત મકાનની ગેલેરીનો કાટમાળ પડતા કારને નુકસાન.

ProudOfGujarat

ભરૂચ-પાલેજ વચ્ચે ખખડધજ બસો ગોકળ ગતિ એ ચાલી રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!