Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ચૂંટણીમાં સન્નાટો: 348 બેઠકો માટે બે દિવસમાં એકેય ઉમેદવારી ફોર્મ નહીં

Share

ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી અટવાઈ, AAPએ કેટલાક નામ જાહેર કર્યા – બુધ-ગુરૂથી શરૂ થશે રાજકીય ગરમાવો

ભરૂચ

Advertisement

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે 348 બેઠકો પર ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવા છતાં, મંગળવારે બીજા દિવસે પણ એકેય ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ પણ જિલ્લામાં હજી સુધી રાજકીય માહોલ પૂરતો જામ્યો નથી.

જિલ્લાની ચાર નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોમાં ઉમેદવારોના ચયનને લઈને ભારે ગતિશીલતા ચાલી રહી છે. ભાજપમાં દાવેદારોની ભીડ વચ્ચે મેરેથોન ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસે પણ હજી સુધી એકેય ઉમેદવાર જાહેર કર્યો નથી.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરીને ચૂંટણીમાં પ્રારંભિક આગવી હાજરી નોંધાવી છે. તેમ છતાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો જાહેર ન થતા હાલ ચૂંટણી માહોલ સુષુપ્ત અવસ્થામાં જ છે.

સૂત્રો મુજબ ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત બુધવાર કે ગુરૂવારે થઈ શકે છે. ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં તેજી આવશે અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાશે.

ઉમેદવારો જાહેર થતાં જ રાજકારણમાં ખેંચતાણ, જૂથબાજી, અસંતોષ અને ગોઠવણો ખુલ્લી પડશે અને ખરેખર ચૂંટણીનો રંગ ચઢશે. હાલ માટે તો ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં ભરૂચ જિલ્લામાં રાજકીય સન્નાટો જ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

સુરત-પુણાની પરિણીતા પર 5 વર્ષમાં બે સગા ભાઈ સહિત 5નો ળાત્કાર-મોબાઇલ કુપન રિચાર્જ કરાવવા ગઈ ને ફસાઇ…

ProudOfGujarat

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : દોલતપુર ગામમાં શેરડીના ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

રાજપીપળા : એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમમાં યોજાયેલો “૨૨ મો ભારત રંગ મહોત્સવ-૨૦૨૩” સંપન્ન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!