Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી પર રાજકીય પક્ષો સાથે ચર્ચા: કલેક્ટર અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Share

 

સુગમ અને નિષ્પક્ષ મતદાન માટે સૂચનોને માન્યતા, અંતિમ યાદીને મળશે જલ્દી મંજૂરી

Advertisement

ભરૂચ.

 

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ને લઈ મતદાન મથકોની મુસદ્દારૂપ (ડ્રાફ્ટ) યાદી અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ પરામર્શ બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાયબ કલેક્ટરશ્રીઓ અને મામલતદારશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી તા. 30/03/2026ના રોજ પ્રાથમિક રીતે જાહેર કરવામાં આવી હતી. આ યાદીને અંતિમ સ્વરૂપ આપવા પહેલાં રાજકીય પક્ષોના સૂચનો મેળવવા માટે આ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટેના મતદાન મથકો અંગે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પોતાની સૂચનાઓ અને રજૂઆતો રજૂ કરી હતી. મતદારોને સુવિધા મળે અને મતદાન પ્રક્રિયા પારદર્શક તથા નિષ્પક્ષ રહે તે માટે કલેક્ટરશ્રીએ તમામ સૂચનોને ગંભીરતાથી ધ્યાનમાં લીધા હતા.

પ્રાપ્ત સૂચનોના આધારે અને સંબંધિત નાયબ કલેક્ટર તથા મામલતદારશ્રીઓના અભિપ્રાય સાથે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સર્વાનુમતે મળેલી રજૂઆતોને ગ્રાહ્ય રાખીને મતદાન મથકોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બહેનોએ બોકસીંગમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યાં.

ProudOfGujarat

રાજપીપળા : કેવડિયા ટેન્ટ સિટી ખાતે યોજાશે બે દિવસીય સ્પીકર કોન્ફરન્સ : વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સમીક્ષા કરી.

ProudOfGujarat

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!