Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ચૂંટણી પહેલાં એડીએમના કડક જાહેરનામા: ઉમેદવારી, પ્રચાર અને દારૂ વેચાણ પર નિયંત્રણ

Share

 

100 મીટર વિસ્તારમાં મર્યાદા, પ્રચાર વાહનો માટે પરમિટ ફરજિયાત, 25 એપ્રિલથી ડ્રાય ડે અમલમાં

Advertisement

ભરૂચ:
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા આયોગની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે ભરૂચ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારી કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં ખાસ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ઉમેદવાર સાથે વધુમાં વધુ 2 વ્યક્તિઓને જ કચેરીમાં પ્રવેશ મળશે. ઉપરાંત ઉમેદવાર સાથે માત્ર 2 વાહનોને જ આ વિસ્તારમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ નિયમો 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

જિલ્લામાં પ્રોહિબિશન પરવાનો ધરાવતા હોટલો અને દારૂના વિક્રેતાઓ માટે પણ ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મતદાનના આગલા દિવસે એટલે કે 25 એપ્રિલથી લઈને મતગણતરી પૂર્ણ થયા બાદના દિવસ સુધી જિલ્લામાં સંપૂર્ણ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન દારૂના વેચાણ અને પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

ઉપરાંત ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના ઉપયોગ પર પણ કડક નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. કોઈપણ રાજકીય કે બિનરાજકીય પક્ષ, તેમના ઉમેદવારો અથવા તેમની સહમતીથી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતાં પહેલા સક્ષમ ચૂંટણી અધિકારી પાસેથી પરમિટ લેવી ફરજિયાત રહેશે. સાથે જ આ પરમિટ વાહનની આગળની કાચ પર સ્પષ્ટ રીતે લગાવવાની રહેશે.

એક તરફ પ્રશાસન દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે મુદ્દે લોકોમાં ચર્ચા પણ ઉઠી રહી છે.


Share

Related posts

વાગરા તાલુકાની પ્રાથમિક શાળા સુવા ખાતે પર્યાવરણ પ્રયોગશાળા એક્સપોઝર વિઝીટ યોજાઈ.

ProudOfGujarat

નેત્રંગ : પાંચ વર્ષનાં બાળકે જન્મદિવસની ઉજવણી ન કરીને પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ /- અર્પણ કર્યા.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ તેના તમામ ચાહકો સાથે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!