Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતથી ભરૂચ લવાતો ગાંજાનો જથ્થો ઝડપાયો.

Share

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં ઉતર છેડે સાંજનાં સમયે વડોદરા આર.આર.સેલ અને LCB પોલીસે વોચ ગોઠવી રિક્ષામાં 12 કિલો ગાંજો લઈને આવતા ફારૂક ડોનને ઝડપી લીધો હતો. ભરૂચમાં ફરી ગાંજાનાં વેપારીઓ સક્રિય થયા હોય તે રીતે અગાઉ અનેકો વખત માદક ગાંજો જીલ્લામાંથી ઝડપાયો છે. ત્યારે વડોદરા આર.આર.સેલનાં PSI રાજેન્દ્ર બ્રહમભટ્ટ સહિત પોલીસ સ્ટાફ ગોવિંદરાવ, અભિજીત અસ્લમ તેમજ સ્ટાફનાં માણસો અને ભરૂચ LCB PSI ઝાલાએ પાકી બાતમીને આધારે ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં ઉતર છેડે વોચ ગોઠવી હતી બાતમી હતી કે કોઈક ઈસમ માદક પદાર્થનો જથ્થો લઈને આવી રહ્યા છે જેને પગલે બપોરે વોચ ગોઠવી હતી તે સમયે સુરત તરફથી રિક્ષા નં.GJ-16-V-2859 આવતા બાતમીને આધારે રોકી તપાસ કરતાં ગાંજાનો જથ્થો 12,004 કિલોગ્રામ કિંમત રૂ.1,20,040 સાથે સલ્લાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન અહેમદ ઇસર પટેલ રહેવાસી 202 ન્યુલુક એપાર્ટમેન્ટ સિટી કેર હોસ્પિટલ સામે જંબુસર બાયપાસ રોડ ભરૂચનો કે જે મૂળ વછનાદ વાગરાનો રહીશ છે તેની અટક કરી હતી. પોલીસે સી-ડીવીઝન પોલીસ મથકમાં તેની સામે NDPS એકટ (1985) ની કલમ 20 બી મુજબનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફારૂક ડોનનો ભૂતકાળ પણ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્યકક્ષામંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શ્રમિકો માટે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”નો પ્રારંભ કરવામાં આવ્યો

ProudOfGujarat

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!