Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગની એમ.એમ. ભક્ત હાઈસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અતંર્ગત ભવ્ય રેલીનું આયોજન

Share

 

ભરૂચ

Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલા સ્વીપ‘ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત આજે નેત્રંગ ખાતે વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

              નેત્રંગની એમ.એમ. ભક્ત હાઈસ્કૂલના આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા સ્થાનિક બજાર અને વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ નેત્રંગ બજારના વેપારીઓ અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.

              રેલી દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ઊભા રહીને નાગરિકોને ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) મશીન વિશે પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. “મારો મત, મારો અધિકાર” અને “લોકશાહીનું માન, અચૂક મતદાન” જેવા ગુંજતા સૂત્રો સાથે સમગ્ર વાતાવરણને ચૂંટણીમય બનાવ્યું હતું.

            નેત્રંગ બજારના મુખ્ય માર્ગો પર ફરેલી આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને મતાધિકારના ઉપયોગ માટે સંકલ્પબદ્ધ થયા હતા.


Share

Related posts

ભરૂચ : આમોદનાં દોરા ગામ ખાતે પિતા-પુત્ર વચ્ચેનાં ઝઘડામાં છોડાવવા પડેલ ૨૩ વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી હત્યા કરવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

છેલ્લા ૧૦ વર્ષમાં ભરૂચ જિલ્લામાં જૂન મહિનામાં સૌથી ઓછો માત્ર ૧.૫૩ ટકા વરસાદ : ગત વર્ષે સૌથી વધુ ૩૮.૪૭ ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે માત્ર ૨ જૂનના રોજ વરસાદ પડેલાની નોંધ

ProudOfGujarat

નડિયાદ કઠલાલ રોડ પર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૩ ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!