Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાનોર NTPC ખાતે ફાયર સર્વિસ સપ્તાહનું ભવ્ય સમાપન, લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર

Share

ઝાનોર સ્થિત NTPC પ્રોજેક્ટ ખાતે Central Industrial Security Force (CISF) યુનિટ દ્વારા 14 થી 20 એપ્રિલ દરમિયાન ઉજવાયેલા ફાયર સર્વિસ સપ્તાહનું 20 એપ્રિલના રોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે યોજાયેલ લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ રસપૂર્વક નિહાળ્યું હતું.

સપ્તાહ દરમિયાન CISF ફાયર વિંગ દ્વારા અગ્નિ સલામતી અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક સારવાર, અગ્નિશામક સાધનોનો યોગ્ય ઉપયોગ તેમજ આગ નિવારણ અને આગ બુઝાવવાની આધુનિક તકનીકો અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં NTPC ના કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ આસપાસના ગામોના શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Advertisement

વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોમાં જાગૃતિ વધારવાના હેતુસર સૂત્રલેખન, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા પ્રોજેક્ટ હેડ દિનેશ કુમાર સિંગ રૌતેલા એ તેમના સંબોધનમાં ફાયર સર્વિસ સપ્તાહના સફળ આયોજન બદલ CISF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ કર્મચારીઓ અને સમાજમાં અગ્નિ સલામતી પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે NTPC જેવી સંસ્થાઓ માટે આગ એક આવશ્યક તત્વ છે, પરંતુ તેની સાથે જવાબદારી અને સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા લોકો હવે વધુ સજાગ બન્યા છે અને આપત્તિની પરિસ્થિતિમાં પ્રાથમિક પ્રતિસાદ આપવા માટે વધુ તૈયાર બનશે. સાથે જ તેમણે દરેકને સલામતીના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી હતી.

CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે માહિતી આપતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં CISF ના કુલ 359 યુનિટ કાર્યરત છે, જેમાંથી 115 ફાયર વિંગ યુનિટ છે અને ઝાનોર NTPC પણ તેમાંનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે 14 થી 20 એપ્રિલ દરમિયાન ફાયર સર્વિસ સપ્તાહ ઉજવવામાં આવે છે.

આ વર્ષે સપ્તાહની થીમ “સલામત શાળાઓ, સલામત હોસ્પિટલો અને અગ્નિ સલામતી જાગૃત સમાજ – આગ નિવારણ માટે એકસાથે” રાખવામાં આવી હતી. તેમણે તમામ નાગરિકોને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કરવા અપીલ કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા માત્ર NTPC કેમ્પસમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ અગ્નિ સલામતી અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો છે.


Share

Related posts

આગામી તહેવારોને લઈને બન્ને કોમના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક : ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે યોજાયેલી બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા વિવિધ સૂચનો અપાયા

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતની સરપંચ તેમજ તલાટી કમમંત્રી ચેમ્બરનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ ખાતે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચના દરોડા, ૭ જુગારી ઝડપાયા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!