Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી બે કારો સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડયા હતા.

Share

છાશવારે ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થા ગાંધીના ગુજરાતમાં હવે તો ખરા અર્થમાં દારૂબંધીના રેલેરેલા ઉડાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરો બેફામ બન્યા હોય એવું ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થાઓ પુરવાર કરી રહ્યા છે. વાત કરીએ વડોદરાના કરજણની તો વડોદરા જીલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ કરજણ નેશનલ હાઈવે પર ભરથાણા ટોલનાકા પાસે વોચમાં હતા ત્યારે એક સાથે બે કારોમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. એક ઇનોવા અને બીજી સ્વિફ્ટ ડિઝાયરમાં કુલ મળીને પોલીસે બન્ને કારોમાંથી 11,75,250 ના મુદ્દામાલ સાથે ચાર ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો વડોદરાના ઝૂબેર મેમેણને પહોંચાવાનો હતો એમ જાણવા મળ્યું છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલના અંબાજી મંદિરે તેમજ સિંઘવાય માતાજીના મંદિરે આઠમ નિમિતે હોમ હવનનો કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

ગુનેગારોમાં ફફડાટ – ભરૂચ જિલ્લામાં પોલીસનું મેગા કોમ્બિંગ, 200 થી વધુ મામલાઓમાં કરાઈ કાર્યવાહી

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ મકાનમાં જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!