Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભય કોને બૂટલગરને કે પોલીસને ? ભરૂચમાં પત્રકારની મદદથી પોલીસને ફસાવી દેવાની બૂટલેગરની ધમકી

Share

ભરૂચ.
ભરૂચ શહેરમાં બે-ચાર દિવસ બૂટલેગર દ્વારા પોલીસને ધમકાવવામાં આવી રહ્યાની વાત ચર્ચાના એરણે છે. ભરૂચ શહેરના સીટી સેન્ટર ડેપો વિસ્તારના એક કુખ્યાત બૂટલેગર સામે પોલીસે છેલ્લા ચારેક મહિનામાં જ 6-7 કેસ કર્યાં છે. જોકે, પોલીસ પકડી ગયાંના થોડા જ સમયમાં છુટીને આવી બૂટલેગર પોતાના દેશી-વિદેશીદારૂના વેપલાનો ધમધમાટ ચાલું રાખે છે. તે પકડાય તો પણ તેની પાછળ તેની માતા તેમજ મળતિયાઓ ધંધો સાચવી લે છે. ત્યારે દારૂના ધંધામાં સારો રૂપિયો ઉતારી બૂટલેગરે સરકારી જમીન પર ગેરકાયદે રીતે બાંધકામ કરી મોટો બંગલો પણ બાંધી દીધો છે. જોકે, પોલીસ હજી સુધી તેની સામે એવી કોઇ કાર્યવાહી નથી કરી શકી કે તે ગુનાખોરીથી તોબા કરે. બીજી તરફ બૂટલેગર જાતે કે તેના સાથીઓ સાથે રેલવે મારફતે દમણથી દારૂ મંગાવે છે. ક્યારેક ક્યારેક વાપી-વલસાડના બૂટલેગરો પણ તેને ભરૂચ સુધી માલ પહોંચાડે છે. ત્યારે રેલવેમાં મોટીમાત્રામાં લગભગ રોજ દારૂની હેરાફેરી થતી હોવા છતાં પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરાતી ન હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે હાલમાં બે-ચાર દિવસથી એક ચર્ચા વધુ તેજ બની છે. ભરૂચનો કુખ્યાત બૂટલેગર શહેરના નામાંકિત પત્રકારના નામે રેલવે પોલીસના કેટલાંક કર્મચારીઓને ધમકાવી રહ્યો છે. પોલીસકર્મીઓને કોઇને કોઇ કેસમાં ફસાવી દેવાના કે લાંચ-હપ્તો લેતી વેળાં પકડાવી દેવાની ધમકીઓ બૂટલેગર પોલીસકર્મીઓને આપી રહ્યો છે. ત્યારે જે તે પોલીસકર્મીઓ પણ ડરના માર્યા બૂટલેગર અને તેના સાથીઓ દ્વારા રેલવેમાં કરાતી હેરાફેરીને લઇને આંખઆડા કાન કરવા મજબૂર બની હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે બૂટલેગર કયાં પત્રકાર ના જોરે પોલીસને ધમકાવી રહ્યો છે ? પત્રકાર-બૂટલેગર વચ્ચે કેવા સંબંધ છે ? પત્રકાર તેનો પત્રકારત્વનો ધર્મ ભુલી માત્ર રૂપિયા કમાવા પત્રકાર બન્યો છે કે કેમ ? તે સહિતના અનેક પ્રશ્નો પર લોકોમાં ચર્ચા ચાલી રહી છે. રેલવે સર્કલ પર છેલ્લા બે-ચાર દિવસથી પોલીસ-પત્રકાર અને બૂટલેગર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ એ ચર્ચાનો વિષય બન્યો છે. જેના કારણે સાચા અને નિષ્પક્ષ પત્રકારો અને પોલીસની છબી પણ ખરડાઇ રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં પાડા ગામે યોજાયો ગ્રામ સેવાસેતુ , અનેક લોકોએ મેળવ્યો ઘર આંગણે લાભ

ProudOfGujarat

અંકલેશ્વર : ગણેશ પ્લાઝા શોપિંગ બહાર પાર્ક કરેલી એક્ટિવાની ચોરી.

ProudOfGujarat

અંકલેશ્વર : કેસા કલર કેમ કંપની ગેરકાયદે ડિસ્ચાર્જ કરતા ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!