Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એરથાણના ફાર્મ હાઉસ પર એલસીબીનો દરોડો : જુગાર રમતા 8 ઝડપાયા, રૂ. 84,600નો મુદ્દામાલ કબ્જે

Share

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એરથાણ ગામની સીમમાં આવેલ “ધી મેપલ ટ્રી ફાર્મ હાઉસ” ખાતે ચાલતા જુગારધામ પર સુરત જિલ્લા એલસીબી દ્વારા દરોડો પાડી કુલ 8 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂ. 84,600નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના નિર્દેશ હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગાર પ્રવૃત્તિઓ સામે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એલસીબી પીઆઈ એન.જી. પાંચાણી દ્વારા જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વો પર કડક નજર રાખવા ટીમોને સૂચના આપવામાં આવી હતી.

Advertisement

દરમિયાન એલસીબી અને પેરોલ-ફર્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ASI જગદીશ કામરાજભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરશુરભાઈને ખાનગી બાતમી મળી હતી કે એરથાણ ગામની સીમમાં આવેલ “ધી મેપલ ટ્રી ફાર્મ હાઉસ”ના ફાર્મ નં. 32 ખાતે ભાવેશ હિંમતભાઈ સોલંકી દ્વારા ફાર્મ હાઉસ ભાડે રાખી બહારથી લોકોને બોલાવી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે કોર્ટ વોરંટ મેળવી ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. જ્યાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ 8 ઇસમોને ગંજીપાનાનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી રોકડ રકમ, જુગારના સાધનો સહિત કુલ રૂ. 84,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસે સંજયજયભાઈ ઉર્ફે ભીખાભાઈ સોજીયા, નીતિનભાઈ દેસાઈ, પરસોત્તમભાઈ પટેલ, દિલીપભાઈ મુલાણી, ભાવેશભાઈ સોલંકી, નીતેશભાઈ ઉમરેટિયા, ભાવેશભાઈ વસોયા અને રસીકભાઈ જીવાણી સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર શહેરમાં પ્રદૂષિત ભૂગર્ભ જળના પાણી ઢોરો પણ પીતા નથી. તો જવાબદારો મિનરલ વોટર આરોગે છે.

ProudOfGujarat

ઝઘડિયા : પોલીસ દળ વર્ગ-૩ ની સીધી ભરતીમાં સંવિધાનિક અનામત બેઠકોમાં અન્યાય બાબતે ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

ભરૂચ-દહેજ ફોરલેન રોડ પર નવા કલાદરા ગામે અંડર પાસ બનાવવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!