Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ ખાતે આંખ નિદાન કેમ્પ યોજાયો : 580 લોકોની આંખ તપાસ, 13 દર્દીઓને ઓપરેશન માટે રિફર કરાયા

Share

 

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ગામે આંખના રોગોના નિદાન અને સારવાર માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડો. યુવરાજસિંહ સોનારીયા, તાલુકા પંચાયત સદસ્ય ઉજાસ ચૌધરી, વાંકલ ગ્રામપંચાયત તથા તેજસ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો.

Advertisement

“માંગરોળ ચશ્મા પ્રોજેક્ટ” અંતર્ગત વાંકલ ગામના ગામીત ફળિયામાં આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન ડોર ટુ ડોર જઈ કુલ 580 લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે 90 દર્દીઓની ઓપીડી સારવાર કરવામાં આવી હતી.

આ ઉપરાંત 48 લોકોને ચશ્મા તૈયાર કરી આપવામાં આવ્યા હતા તેમજ 9 લોકોના ચશ્માના ઓર્ડર લેવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન મોતિયાના 11 દર્દીઓને તથા અન્ય 2 દર્દીઓને સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.

કુલ 13 દર્દીઓને ઓપરેશન માટે રિફર સ્લીપ આપવામાં આવી હતી. દર્દીઓ પોતાની અનુકૂળતા મુજબ સારવાર અને ઓપરેશન માટે હોસ્પિટલ ખાતે હાજર રહેશે તેવી માહિતી આપવામાં આવી હતી.


Share

Related posts

વલસાડની આર. જે. જે. સ્કૂલમાં જૂનિ. અને સિન. કે.જી. ના વિદ્યાર્થીઓનો સ્કૂલમાં અનોખો આવકાર…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે સરકારી જમીનમાં રેત ખનન કરતા મશીનો તથા નાવડી ભૂસ્તર વિભાગે સીલ કરી.

ProudOfGujarat

વડોદરા : સમિતિ સભાખંડ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!