રાજ્યના ૭૨ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલીનો હુકમ થયો
ભરૂચ.
રાજ્ય સરકાર દ્વારા ૭૨ આઈએએસ અધીકારીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. વહેલીસવારથી સોશિયલ મિડીયામાં બદલીનું લીસ્ટ ફરતું થતાં કોની બદલી ક્યાં થઈ તે જોવામાં લોકો જોતરાઈ ગયાં હતાં. વહિવટી ફેરફારો હેઠળ અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ મહાનગરપાલિકા અને રાજ્ય સ્તરના વિભાગોમાં પણ મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લાના કલેકટર ગૌરાંગ મકવાણાની બદલ થતાં તેમને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)ના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ગૌરાંગ મકવાણાએ ભરૂચ જિલ્લામાં ફરજ દરમિયાન અનેક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહ્યાં હતાં. તેમની ભરૂચની કારકિર્દીમાં ભાડભૂત બેરેજ યોજનામાં ખેડૂતોને સારૂં વળતર અપાવવા સહિતની અનેક કામગીરી લોકોના માનસપટલ પર સ્થાપિત થઈ ગઈ છે. તેમના સ્થાને ડો. નવનાથ થવાણેને ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકેનો કાર્યભાર સોપવામાં આવ્યો છે.ડો. નવનાથ થવાણેએ ડોક્ટર તરીકેની સ્થીર અને પ્રતિષ્ઠીત કેરિયર છોડીને સમાજ માટે વિશેષ કામ કરવા માટે આઈએએસ બન્યાં બાદ ઈડરમાં આસી. કલેક્ટર તરીકેથી કારકિદી શરૂ કરી હતી.જે બાદ તેમણ. ગાંધીનગરમાં હેલ્થ વિભાગમાં ચીફ પર્સનલ ઓફિસર તરીકે બાદમાં ગાંધીનગરમાં જ એડિશનલ રૂરલ ડેવલોમેન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવી છે. જે બાદ ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશનમાં મેનેજીંગ ડિરેક્ટર અને બાદમાં રાજકોટમાં ડીડીઓ તરીકે ફરજ અદા કરી છે. જે બાદ તેમને સુરેન્દ્ર નગરમાં મ્યુનિસીપલ કમિશ્નર તરીકે કામ કર્યું છે. હવે તેઓ ભરૂચમાં કલેક્ટર તરીકે નિમાયાં છે.
