Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના નશારપુર ગામે જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : સાળા પર બનેવી અને ભાણેજનો લોખંડની ટોમી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

Share

વાંકલ :: ઉમરપાડા તાલુકાના નશારપુર ગામે જમીન વિવાદ મામલે સગાસંબંધીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ખેતરમાં ખેડાણ કરવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન બનેવી અને ભાણેજે મળીને સાળા પર લોખંડની ટોમી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નશારપુર ગામના સ્ટેશન ફળિયામાં રહેતા અને ખેતી તેમજ મજૂરી કામ કરતા પંકજભાઈ વેચાણભાઈ વસાવા પોતાના ખેતરમાં ગામના જ એક વ્યક્તિનું ટ્રેક્ટર ભાડે લાવી ખેડાણ કરાવી રહ્યા હતા. દરમિયાન રાત્રિના આશરે નવ વાગ્યાના સમયે તેમના સગા બનેવી ભુપેન્દ્રભાઈ ગંભીરભાઈ વસાવા તથા ભાણેજ આદિત્યકુમાર વસાવા મોટરસાયકલ પર ખેતરે ધસી આવ્યા હતા.

Advertisement

બંનેએ “તું અમારા ભાગની જમીન કેમ ખેડાવે છે?” કહી ઉગ્ર બોલાચાલી શરૂ કરી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલા આદિત્યકુમારે પંકજભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે ભુપેન્દ્રભાઈએ હાથમાં રહેલી લોખંડની ટોમી વડે તેમના ડાબા પગે જોરદાર ફટકો માર્યો હતો. ત્યારબાદ બંનેએ ભેગા મળી ઢીકકામુક્કીનો માર મારતા પંકજભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા.

પંકજભાઈએ બૂમાબૂમ કરતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા જયેશભાઈ વસાવા વચ્ચે પડ્યા હતા અને વધુ મારથી બચાવ્યા હતા. બનાવ બાદ જતા-જતા બંને આરોપીઓએ “ફરી ખેતર ખેડશે તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

ઘટના અંગે પંકજભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરની બે કંપનીઓનાં સહયોગથી ટ્રાફિક પોલીસને 10 કવોરંટીન સેલ ઇનર વીલ કલબ દ્વારા આપવામાં આવ્યા.

ProudOfGujarat

ગોધરામાં ગ્રાહક નિવારણ કોર્ટે HDFC બેંકને રૂ. 10,000 ચુકવવા કર્યો હુકમ જાણો કેમ ?

ProudOfGujarat

અંકલેશ્વરની ગ્લેક્સોન ફાર્મામાં ભયાનક ફ્લેશ ફાયર, ધડાકાથી GIDCમાં દોડધામ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જાઈ ઘટના, ચાર કામદારો દાઝ્યા; બેની હાલત ગંભીર, વડોદરા રિફર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!