Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત પરંપરાગત રમતોત્સવ યોજાયો : ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત મહાનુભાવોએ દેશી રમતોમાં ભાગ લઈ બાળપણની યાદો તાજી કરી; રમતવીરોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા

Share

 

વાંકલ :

Advertisement

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પરંપરાગત રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા આ રમતોત્સવમાં રમતવીરો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પણ વિવિધ દેશી રમતોમાં ભાગ લઈને બાળપણની યાદો તાજી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને બલિદાનો દેશ-દુનિયા સમક્ષ ઉજાગર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેવડિયા ખાતે અંદાજે રૂ.500 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું આદિવાસી મ્યુઝિયમ નિર્માણ પામી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની પરંપરાગત ગ્રામીણ રમતો ધીમે ધીમે વિસરાતી જાય છે. આ રમતોને પુનઃજીવિત કરી નવી પેઢી સુધી પહોંચાડવા સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. તીરંદાજી, ગિલ્લી-દંડા, લખોટી, કબડ્ડી, ખો-ખો સહિતની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો સરાહનીય છે.

રમતોત્સવમાં રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો, લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, લંગડી, લખોટી, મટકા ફોડ, ગિલ્લી-દંડા, સાતોડિયું, ગેડી-દડો, ભમરડો અને આટાપાટા જેવી રમતો યોજાઈ હતી. અંતે મહાનુભાવોના હસ્તે વિજેતા રમતવીરોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ગામીત, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન વસાવા, તરસાડી નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન રાવલ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી વિરલભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ : સેવાશ્રમ રોડ પર બેકાબુ બનેલ ફોર વ્હીલ કાર સ્ટેચ્યૂ પાર્ક પાસેની દિવાલમાં ઘુસી જતા દોડધામ.

ProudOfGujarat

વડોદરા : મકરપુરા વિસ્તારમાં ધર્માતરણ અંગે પોલીસ ફરિયાદ…. જાણો વધુ.

ProudOfGujarat

રાજપીપલા : છૂટાછેડા લીધા પછી અલગ-અલગ ફોનથી ફોન ઉપર મારવાની ધમકી આપતા નિર્ભયા સ્કવોર્ડએ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!