Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના સટવાણ ગામે પ્રેમસંબંધમાં યુવતીની ના બાદ 21 વર્ષીય યુવકનો આપઘાત : પંચની બેઠકમાં યુવતીએ સાથે રહેવાની ના પાડતાં યુવકને લાગી આવ્યું; ખેતરમાં મૃત હાલતમાં મળી આવતાં પરિવારમાં શોકનું મોજું

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સટવાણ ગામના ગમાણ ફળિયામાં પ્રેમસંબંધને લઈ એક દુઃખદ ઘટના સામે આવી છે. યુવતી સાથેના સંબંધોમાં ઊભી થયેલી તણાવભરી પરિસ્થિતિ બાદ 21 વર્ષીય યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સટવાણ ગામના ગમાણ ફળિયામાં રહેતા અજયકુમાર તુકારામભાઈ વસાવા (ઉં.વ.21)ને ખોડાંબા ગામના રાજેશભાઈ રાયસિંગભાઈ વસાવાની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો. બંને છેલ્લા બે મહિનાથી સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે યુવતીના માતા-પિતા દ્વારા વડીલોની હાજરીમાં વાતચીત અને સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી. જોકે, આ બેઠક દરમિયાન યુવતીએ અજયકુમાર સાથે રહેવાની ના પાડી હતી. ત્યારબાદ વડીલો પરત ફર્યા હતા. યુવતીના આ નિર્ણયથી અજયકુમાર માનસિક રીતે વ્યથિત થયો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.

દરમિયાન ગત તા. 14 નવેમ્બર 2026ના રોજ સવારના અરસામાં સટવાણ ગામના ગમાણ ફળિયાની સીમમાં આવેલા ભિમસિંગભાઈ દાદીયાભાઈ વસાવાના ખેતરમાં અજયકુમાર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

બનાવ અંગે મૃતકના પિતા તુકારામભાઈ ધરમસિંગભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


Share

Related posts

વિદ્યાર્થીઓ માટે નવા દ્વાર ખુલ્યા : ભરૂચ જિલ્લામાં UPL યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી આધારિત રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી સ્થાપવા મંજૂરી.

ProudOfGujarat

ત્રીજી લહેરની દહેશત વચ્ચે બાળકો માટેની કોરોના રસી વિશે આવ્યા સારા સમાચાર

ProudOfGujarat

વિરમગામ નજીક વડલા ગામે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ સુઘારણા મંડળ આયોજીત મહાસંમેલન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!