Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના સલ્લી ગામે બાઇક સ્લીપ થતાં 30 વર્ષીય ચાલકનું કરૂણ મોત : સલ્લીથી અંબાડી ગામ તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો; ચહેરા અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ચાલકે ઘટનાસ્થળે જ દમ તોડ્યો

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સલ્લી ગામની સીમમાં પુરઝડપે દોડતી મોટરસાઇકલ સ્લીપ થઈ જતાં 30 વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સલ્લી ગામથી અંબાડી ગામ તરફ જતા માર્ગ પર ભારજીભાઈ ઉબડીયાભાઈ વસાવાના ખેતર નજીક સુનિલભાઈ રમેશભાઈ વસાવા (ઉં.વ.30, રહે. નિશાળ ફળિયું, સલ્લી ગામ, તા. ઉમરપાડા, જિ. સુરત) પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (નં. GJ-19-AB-8745) લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોટરસાઇકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક રોડની સાઇડમાં સ્લીપ થઈ ગઈ હતી.

અકસ્મતમાં સુનિલભાઈને ચહેરા તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે રમેશભાઈ સેરીયાભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 106(1) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 198 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એસ.આઈ. અશોકભાઈ ઇશ્વરભાઈ ચલાવી રહ્યા છે.


Share

Related posts

ભરૂચના પાલેજ માંકણ ગામના રોડ ઉપર ઇકો કારની આડમાં જુગાર રમતા 7 જુગારિયાઓને પાલેજ પોલીસે ઝડપી લઇ ૯૦,૦૦૦ ઉપરાંતના મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

કોરોના વાયરસના ભયના પગલે અત્યાર સુધીમાં ભરૂચમાં 850 વિદેશીઓનું ચેકઅપ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના વિકાસના કામમાં જ નગરપાલિકાનું પાણીનું ટેન્કર ફસાયું…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!