Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સબ જેલમાં મોબાઈલ મળતા ખળભળાટ, શૌચાલયના પોખરામાંથી કીપેડ ફોન મળ્યો

Share

 

ભરૂચ : ગુજરાત જેલ વિભાગ હેઠળ આવેલી ભરૂચ જિલ્લા સબ જેલમાં અમદાવાદની ખાસ ઝડતી સ્કવોર્ડ દ્વારા કરાયેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન શૌચાલયના પોખરામાંથી એક બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટનાએ જેલ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડતા અનેક સવાલો ઊભા કર્યા છે.

Advertisement

મળતી માહિતી મુજબ અમદાવાદથી આવેલી ખાસ સ્કવોર્ડે જેલની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન શૌચાલય વિસ્તારના પોખરામાંથી નોકિયા કંપનીનો નાનો કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેલ જેવી હાઈ સિક્યુરિટી જગ્યાએ પ્રતિબંધિત વસ્તુ મળી આવતા સુરક્ષા તંત્રમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

સમગ્ર મામલે ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. મોબાઈલ જેલની અંદર કેવી રીતે પહોંચ્યો, કોના ઉપયોગમાં હતો અને તેમાં કોની સંડોવણી છે તે મુદ્દે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

પોલીસ દ્વારા હવે જેલના CCTV ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ કેદીઓ તેમજ જેલ સ્ટાફની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાને લઈને જેલ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા તંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

કોપર કેબલ વાયરો આરોપી સહિત ઝડપી પાડતી દહેજ પોલીસ

ProudOfGujarat

અમદાવાદ : 3 વર્ષથી એક જ બસમાં મુસાફરી કરતા વેપારીના 47 લાખ ચોરનાર ડ્રાઈવર અને કંડક્ટર ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આવેલ GIDC ની કંપનીઓમાં થતાં જીવલેણ અકસ્માતો તેમજ તેના દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણો બાબતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!