Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પેન્શનર મંડળ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પેન્શનર ડેની ઉજવણી કરાઇ

Share

ભરૂચ જિલ્લાના ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનર સભાસદો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે લાંબા સમય સુધી સરકારી સેવા આપીને નિવૃત્ત થયેલા પેન્શનર ભાઈઓનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પેન્શનરોને મળતી વિવિધ લાભદાયી સરકારી યોજનાઓ, આરોગ્ય સંબંધિત સુવિધાઓ તેમજ સંસ્થાની ભવિષ્યની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોતમ આહીરે કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં સંસ્થાની કામગીરી, હેતુ અને પેન્શનરોના હિત માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. સાથે જ નવા સભ્યોને સંસ્થામાં જોડાવા આવકાર આપ્યો હતો. કાર્યક્રમ અંતે સૌ પેન્શનરોમાં એકતા અને સહકાર સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.


Share

Related posts

વાલિયા તાલુકાના ચોરાઅમલા ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળેજ ગંભીર ઈજાઓને પગલે કરૂણ મૌત નીપજ્યું હતું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા, આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ આર.એસ.પી.એલ કંપનીની બહાર ટ્રકમાં મોડી રાત્રીના આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!