Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની માંગ સાથે પરિણીતાને માર મારી ગરમ તેલ છાંટી દઝાડ્યાનો આક્ષેપ

Share

 

સુરતના કામરેજ ખાતે આવેલા આંબોલી ગામની સહકાર રેસીડન્સીમાં રહેતા અજીજબાબુ શેખની પુત્રી અફસાનાના લગ્ન ચાર વર્ષ પહેલાં ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલા રહેમત પાર્કમાં રહેતા સમીર રફીક નરપાલી સાથે મુસ્લિમ શરીયત મુજબ થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન તેમને એક 9 મહિનાની પુત્રી પણ છે.

Advertisement

પરિણીતાના આક્ષેપ મુજબ, લગ્નના શરૂઆતના બે મહિના સુધી પતિએ તેની સારી રીતે કાળજી લીધી હતી. જોકે બાદમાં પતિ સમીર રફીક નરપાલી, સાસુ હમીદા અને સસરા રફીક જીણા નરપાલી દ્વારા દહેજની માંગણી શરૂ કરવામાં આવી હતી. લગ્ન સમયે તેના પિતાએ આપેલા દાગીના પણ આરોપીઓએ લઇ વેચી નાંખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વધુ દાગીનાની માંગણી કરતાં પરિણીતાએ ના પાડતાં સાસરીયાઓએ તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. તેમજ ગરમ તેલ તેના શરીર પર છાંટી તેને દાઝ પહોંચાડ્યાનો ગંભીર આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ઘટનાને પગલે પીડિતાએ ભરૂચ મહિલા પોલીસ મથકે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

શહેરા: કળીયુગી શ્રવણે પિતાને લાકડીથી ફટકાર્યા .પિતાનુ સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

ProudOfGujarat

નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!