Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાંચ બત્તી વિસ્તારમાં કચરામાં આગ : ફાયર વિભાગે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો, સ્થાનિકોમાં રોષ

Share

ભરૂચ શહેરના પાંચ બત્તી ભીડ ભજન ખાડી નજીક કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગતાં વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વારંવાર કચરામાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોમાં કચરો નાખનાર તેમજ બેદરકારી દાખવનાર લોકો સામે ભારે રોષની લાગણી જોવા મળી હતી. રહિશોએ તંત્ર પાસે નિયમિત સફાઈ અને કચરો ફેંકનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Share

Related posts

ભરૂચ : ગણેશ સુગર સામેના આક્ષેપો બાબતે તપાસ સમિતિએ અહેવાલ ખાંડ નિયામકને પહોંચાડ્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આર. ટી. ઈ. હેઠળ ગરીબ વિધાર્થીઓની જગ્યાઅે ધનાઢ્ય પરિવાર ના વિધાર્થીઓને પ્રવેશ આપવા મુદે આવેદનપત્ર આપવામાં આવ્યું .

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-19 નાં સાજા થયેલા સાત દર્દીઓને આજે રજા આપવામાં આવી આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!