Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં પરિણીતાનો સાસરિયા સામે દહેજ અને ત્રાસનો આક્ષેપ : પતિ સહિત ચાર સામે મહિલા પોલીસમાં ફરિયાદ, રૂ.8.41 લાખ આપ્યાનો ઉલ્લેખ

Share

 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને જેઠ સામે દહેજની માંગણી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ અંગે ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્નના બે-ત્રણ દિવસ બાદથી જ સાસરિયાઓ દ્વારા સતત પૈસાની માંગણી કરવામાં આવતી હતી.

Advertisement

ફરિયાદ મુજબ, લગ્ન મહારાષ્ટ્રમાં કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને યુવતીના પિતાએ અલગ અલગ સમયે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા ચેક મારફતે કુલ રૂ.8.41 લાખ આપ્યા હતા. ઉપરાંત સાસુએ કરીયાવરનો સામાન તેમજ સોના-ચાંદીના દાગીના પોતાની પાસે લઈ લીધા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરિણીતાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પહેરવેશ, નોકરી અને ઘરકામ જેવી બાબતોમાં સતત મેણાં-ટોણાં મારી ગાળો બોલવામાં આવતી હતી તેમજ મારઝૂડ પણ કરવામાં આવતી હતી. પતિ નોકરીએ જતા સમયે ઘરને બહારથી તાળું મારી જતો હતો અને પતિ તરીકેના સંબંધ પણ રાખતો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

મુંબઇ જતાં વાહનોને એક્સપ્રેસ હાઇવે પર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયા સાવચેત.

ProudOfGujarat

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહ યોજાશે….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!