Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ખેડૂતો માટે ખુશખબર : બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું

Share

 

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને બાગાયત ક્ષેત્રે પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવા માટે બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે i-Khedut પોર્ટલ તા. ૧૯ જૂન સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હોવાનું બાગાયત વિભાગ દ્વારા જણાવાયું છે.

Advertisement

બાગાયત વિભાગની યોજનાઓ હેઠળ બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતરને પ્રોત્સાહન, ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ફળપાક ઉત્પાદન, તેમજ આદુ અને હળદર જેવા પાકોના વાવેતર માટે પ્રોત્સાહન આપતી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રેરવા અને આવકમાં વધારો થાય તે હેતુસર વિવિધ સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત મહિલા તાલીમાર્થીઓ માટે સ્ટાઈપેન્ડ સહાય યોજના માટે પણ પોર્ટલ આગામી ૨૦ દિવસ સુધી ફરી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જિલ્લાના લાભાર્થી ખેડૂતોએ Ikhedut Portal 2.0 અંતર્ગત અરજી કરવા માટે i-Khedut Portal વેબસાઈટ પર નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નવી i-Khedut Portal 2.0 પર નોંધાયેલા તેમજ નવી નોંધણી કરાવતા ખેડૂતો માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ કાઢી સહી સાથે પોતાની પાસે રાખવાની રહેશે તેમજ મંજૂરી મળ્યા બાદ ક્લેમ સબમિટ કરતી વખતે ઓનલાઈન અપલોડ કરી જિલ્લા બાગાયત કચેરી ખાતે પહોંચાડવાની રહેશે.

વધુ માહિતી માટે ખેડૂતો ભરૂચ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.


Share

Related posts

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર ખાતે મોક પાર્લામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

વડતાલ મંદિરમાં સ્વયંસેવકોની ટીમ ભોજન પ્રસાદના પેકેટની તૈયારી કરી રહી રહ્યા છે.

ProudOfGujarat

રાજપીપળા ખાતે યોજાયેલા ૭૪ માં સ્વાતંત્ર્ય દિને 108 ટીમનાં કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!