Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કવિઠા ગામના કથિત ‘તાલિબાની ફરમાન’ પર યુ-ટર્ન: ગ્રામ બહિષ્કાર મુદ્દે જિલ્લા પંચાયત સભ્યે કરી ચોખવટ

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ જિલ્લાના કવિઠા ગામમાં પંચાયતના મહિલા સભ્યના પરિવારના કથિત સામાજિક બહિષ્કારના મુદ્દે રાજ્યભરમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો વચ્ચે મામલે નવો વળાંક આવ્યો છે. વાયરલ થયેલા વિડીયો બાદ ઉભા થયેલા વિવાદને લઈને જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી.

ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારના ગામ બહિષ્કારના આક્ષેપો સામે આવતા સમગ્ર જિલ્લામાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. પંચાયતના મહિલા સભ્ય હેતલબેન રાજના પતિ મયુર રાજએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવતા તેમના પરિવાર વિરુદ્ધ ગામમાં રાત્રિ સભા યોજી ‘હુક્કા-પાણી બંધ’ જેવું ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું.

એક પરિવારના કથિત સામાજિક બહિષ્કારનો મુદ્દો જિલ્લા સીમા પાર કરી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 21મી સદીમાં પણ આવા તઘલખી અને તાલિબાની પ્રકારના ફરમાનો સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને રાજકીય સ્તરે પણ ભારે પ્રતિક્રિયાઓ સામે આવી હતી.

વિવાદ વધતા જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને અન્ય આગેવાનો સાથે મીડિયા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ દરમિયાન યતીન પટેલે જણાવ્યું હતું કે, વાયરલ વિડીયોમાં દર્શાવાતી બાબતોને એકતરફી રીતે રજૂ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે મયુર રાજ તેમના અંગત મિત્ર છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ડેપ્યુટી સરપંચ પદના મુદ્દે બંને વચ્ચે મતભેદો ઉભા થયા હતા. તેમના જણાવ્યા અનુસાર, ત્યારબાદ પંચાયતના વિકાસ કાર્યોમાં વારંવાર વિવાદ અને હેરાનગતિ સર્જાતા ગામલોકોમાં અસંતોષ ફેલાયો હતો.

યતીન પટેલે સ્વીકાર્યું કે ગામલોકોમાં આક્રોશ હતો અને મયુર રાજ પરિવાર સામે બહિષ્કાર જેવી ચર્ચા થઈ હતી, પરંતુ પરિવારનો વાસ્તવિક બહિષ્કાર કરવામાં આવ્યો નથી તેવી ચોખવટ તેમણે કરી હતી. તેમણે વધુમાં દાવો કર્યો કે પરિવારને ગામની તમામ મૂળભૂત સેવાઓ—જેમ કે પાણી, દૂધ, રોજિંદી જરૂરિયાતો અને અન્ય સુવિધાઓ—યથાવત મળી રહી છે.

જો કે પત્રકાર પરિષદ દરમિયાન ગામના આક્રોશ વચ્ચે જાહેર થયેલા આવા ફરમાનને લઈને યતીન પટેલના સમર્થન અંગે પ્રશ્નો ઉઠ્યા હતા. મીડિયા દ્વારા પૂછાયેલા સવાલોના જવાબમાં તેઓ આ નિર્ણય કેટલો યોગ્ય હતો તે અંગે સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા.

આ સમગ્ર ઘટનાએ ગામ સ્તરે લોકશાહી, સામાજિક સમરસતા અને વ્યક્તિગત સ્વતંત્રતા અંગે ગંભીર ચર્ચા જગાવી છે. મુદ્દો હવે માત્ર એક ગામનો ન રહી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.


Share

Related posts

લીંબડી સિવિલ હોસ્પિટલની RDD ડો. સતિષ મકવાણા એ મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. 28 એ કવિ ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીની નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ યોજાશે.

ProudOfGujarat

વલસાડ : મોરાઈ ખાતે ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રીય ધ્વજમાં ભંગાર બાંધતા લોકોની લાગણી દુભાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!