Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

WRPF ગુજરાત સ્ટેટ આયર્ન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં RS ફિટનેસ ભરૂચનો દબદબો : ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલની વર્ષા કરી, ભરૂચનું ગૌરવ વધાર્યું

Share

 

ભરૂચ:

Advertisement

 

WRPF ગુજરાત સ્ટેટ આયર્ન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં RS Fitness Bharuchના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને અનેક ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. ખેલાડીઓની સિદ્ધિથી સમગ્ર ટીમ તેમજ ભરૂચનું ગૌરવ વધ્યું છે.

સ્પર્ધામાં કૃતિ પટેલે ફુલ પાવરલિફ્ટિંગ, પુશ પુલ અને ડેડલિફ્ટ એમ ત્રણેય વિભાગમાં ગોલ્ડ મેડલ જીતી હેટ્રિક નોંધાવી હતી. યામિની સોલંકીએ ફુલ પાવરલિફ્ટિંગમાં સિલ્વર, પુશ પુલમાં ગોલ્ડ અને ડેડલિફ્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

સારંગ વાઘમોડેએ ફુલ પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ તેમજ પુશ પુલ અને સ્ટ્રિક્ટ કર્લમાં સિલ્વર મેડલ જીત્યા હતા. કાર્તિક વસાવાએ ફુલ પાવરલિફ્ટિંગમાં સિલ્વર, પુશ પુલમાં ગોલ્ડ અને બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

મોનિક પટેલે ફુલ પાવરલિફ્ટિંગમાં સિલ્વર અને પુશ પુલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મયૂર્ધ્વજ વાઘેલા (લાલુ)એ ફુલ પાવરલિફ્ટિંગ અને પુશ પુલ બંને વિભાગમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા.

હેત મિસ્ત્રીએ ફુલ પાવરલિફ્ટિંગ અને પુશ પુલ બંને વિભાગમાં ગોલ્ડ મેડલ જીતી ટીમને વધુ ગૌરવ અપાવ્યું હતું. જ્યારે સચિન પટેલે પુશ પુલ વિભાગમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આદિત્ય શુક્લાએ પુશ પુલ અને સ્ટ્રિક્ટ કર્લ વિભાગમાં સિલ્વર મેડલ મેળવી ટીમના શ્રેષ્ઠ પ્રદર્શનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

RS Fitness Bharuch દ્વારા તમામ ખેલાડીઓને તેમની મહેનત, શિસ્ત અને સમર્પણ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ ટીમને સતત સહકાર અને પ્રોત્સાહન આપનાર તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ ટીમને કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ આ સફળતા પ્રાપ્ત થઈ હતી, જેને કારણે RS Fitness Bharuchએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.


Share

Related posts

ગોધરા : ડબગરવાસ વિસ્તારમાં 70 વર્ષ જૂની ઇમારત ધસી પડી : સદનસીબે કોઈ જાનહાની નહી.

ProudOfGujarat

નડિયાદના કપડવંજના પોલ્ટ્રી ફાર્મમાંથી રૂ. 19 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ટાઉન પોલીસે કબજે કર્યો.

ProudOfGujarat

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાંથી જુગાર રમતા 6 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!