Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત : જોલવા ગામ પાસે બીગબોસ સ્પા સામે બનેલી ઘટના

Share

 

। ભરૂચ ।

Advertisement

વાગરા તાલુકાના જોલવા ગામે સુલેમાનભાઈના ખુલ્લા પ્લોટમાં પતરાની રૂમ ભાડે રાખી રહેતાં મુળ યુપીના રીઝવાન અમઝતખાન પઠાણ હાઈડ્રાના ડ્રાઈવર તરીકે કામ કરે છે.તેમની સાથે રૂમ પર બીજા પાંચેક સંબંધીના છોકરાઓ રહે છે અને હેલ્પર તરીકે નોકરી કરે છે. દરમિયાન ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગે તેમના કાકાનો પુત્ર સોનુ મતલુબખાન તેમની બાઈક લઈને ઘરની સામગ્રી લેવા માટે જોલવા ગામે ગેટ નંબર ૧ની અંદર આવેલાં બજારમાં ગયો હતો. દરમિયાન રાત્રીના સાડા નવેક વાગ્યે ભરૂચથી દહેજ જવાના રોડ પર બીગબોસ સ્પાની સામે રોડ પર એક બાઈક ચાલકનું એક્સિડન્ટ થયું હોવાનું માલુમ પડતાં તેઓ તે જોવ (માટે સ્થળ પર જતાં તેમના કાકાના છોકરા સોનુનું જ અકસ્માત થયું હોવાનુ માલુમ પડતાં તેમણે ૧૦૮નુ ફોન કરતાં એમ્બ્યુલન્સ સ્થળ પર આવતાં ૧૦૮ના ડોક્ટરે તેમનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ઘટનાને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદનોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

ભરૂચના દાંડિયા બજાર અને સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થયા !!

ProudOfGujarat

વોટ્સએપના ગૃપોમાં એક પોલીસ અધિકારીના નંબરથી અશ્લીલ વિડીયો અપલોડ થતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ શહેરમાં સમૃદ્ધિ બંગલોઝ સોસાયટીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!