Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં લેબર કોન્ટ્રાકટરના ખાતામાંથી ૫.૨૦ લાખની ઓનલાઈન ઠગાઈ : ઈન્ટરનેટ બેકીંગ શરૂ કરાવી ને ગઠીયાઓએ ખેલ પાડયો

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના અયોધ્યાનગર ફિલ્ટર પ્લાન્ટ પાસે રહેતાં હિતેન મનહરલાલ સિદ્ધપુરા લેબર કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરે છે. તેમણે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, તેમની માતાની સાથે તેમનું ગુજરાત ગામિણ બેન્કમાં જોઈન્ટ એકાઉન્ટ છે. જેમાં તેમણે ૧૪મી મે પહેલાં ક્યારેય કોઈ ઓનલાઈન નાણાકિય વ્યવહાર કર્યાં નથી.

દરમિયાનમાં તેઓ તે જ દિવસે તેમની બેન્કની શાખામાં ગયાં હતાં. તેઓએ તે જ દિવસે જીજીબી કનેક્ટ નામની એપ્લિકેશન ડાઉન લોડ કરી તેમાં ઈન્ટરનેટ બેન્કિંગની સુવિધા શરૂ કરાવી હતી. જેના બે દિવસ બાદ ૧૬મી મેના રોજ સવારના પાંચ વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર ૧૪ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સર થયાં હોવાનો મેસેજ આવ્યો હતો. જે બાદ ૮ વાગ્યા સુધીમાં તેમના ખાતામાંથી અલગ અલગ ૨૧ ટ્રાન્ઝેક્શનથી ૭.૩૧ લાખ ઉપડી ગયાં હોવાનું માલુમ પડયું હતું. જોકે બાદમાં તે પૈકીના કેટલાંક નાણાંકિય વ્યવહારો નિષ્ફળ જતાં કુલ ૨.૧૦ લાખ પરત આવ્યાં હતાં. અરસામાં તેમણે બેન્કના મેનેજર સુનિતાબેનને ૬ વાર ફોન કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહતો. બીજી તરફ તમને જીજીબી કનેક્ટ નામની એપ્લીકેશન ખોલી તેનાથી નાણાંકિય વ્યવહાર બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને તે માટે કોઈ ઓપ્શન મળ્યું ન હતું. આખરે તેમણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ૫.૨૦ લાખની ઓનલાઈન ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

વિસાવદર ગીર નેચર ક્લબ તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી અંતર્ગત ભાલગામ મિડલ સ્કૂલ ની વિદ્યાર્થીને વન ભ્રમણ કરાવાયું.

ProudOfGujarat

ભરૂચ જનતા અપક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી.

ProudOfGujarat

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો એક અઠવાડીયામાં કેટલું મોંઘુ થયું ઓઇલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!