Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર પોલીસે દારૂ ભરેલી મહેન્દ્ર ઝાયલોનો પીછો કરતાં પોલીસે જીપ સહિત લાખ ઉપરાંતનો દારૂ મળી કુલ રૂ.6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

Share

ભરૂચનાં નેશનલ હાઇવે ઉપર દમણ-મુંબઈ તરફથી બુટલેગરો દ્વારા વિદેશી દારૂ મંગાવવામાં આવે છે. ત્યાં આજે ભરૂચ તાલુકાનાં નબીપુર પોલીસ મથકનાં PSI એ બાતમીને આધારે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન GJ-05-CS-5657 ને રોકવાનો ઈશારો કરતાં મહેન્દ્ર ઝાયલો જીપના ચાલકે પોલીસને જોઈ ભગાડતાં નબીપુર પોલીસે પણ તેનો પીછો કરતાં રસ્તામાં જ જીપનાં ચાલક જીપ મૂકી ભાગી છૂટયા હતા. આ અંગે જીપમાં તપાસ કરતાં જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ 730 નંગ કિંમત રૂ.2,20,500 મળી આવી હતી. પોલીસે જીપ કિંમત રૂ.4 લાખ મળી કુલ રૂ.6,20,000 નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બે ઇસમો સામે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

આઝાદીના ૭૫ વર્ષ પર હર ઘર તિરંગા અભિયાન, જાણો રાષ્ટ્ર ધ્વજ સંહિતા વિશે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઝાઝપોર ગામે લાકડા કાપવાની વાતે બે ભાઇઓ વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!