Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના ગામમાંથી સગીરા રહસ્યમય રીતે ગુમ, અપહરણની આશંકાએ દહેજ પોલીસમાં ફરિયાદ

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના એક ગામમાંથી સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં તેના અપહરણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી સગીરાની શોધખોળ સહિતની વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના એક ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિની પત્ની ગત 13 જુલાઈના રોજ પેટ્રોલ પંપ પર સફાઈ કામ માટે ગઈ હતી. તે દરમિયાન પરિવારના નાના પુત્ર અને પુત્રી શાળાએ ગયા હતા, જ્યારે મોટી પુત્રી ઘરે જ હતી. પિતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે સગીરા ક્યાંક જતી રહી હતી. શરૂઆતમાં પરિવારજનોએ તે બહાર રમવા ગઈ હોવાનું માની ધ્યાન આપ્યું ન હતું.

સાંજે આશરે સાડા ચાર વાગ્યે માતા ઘરે પરત ફર્યા બાદ પુત્રી ઘરે ન હોવાનું જાણવા મળતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારો તેમજ સગા-સંબંધીઓના ઘરે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પરિવારના એક સગાએ જણાવ્યું હતું કે સગીરા તેમના ઘરે આવી હતી, પરંતુ બપોરે આશરે 12 વાગ્યે તેને જમવાનું બનાવવા માટે પોતાના ઘરે પરત મોકલી આપી હતી.

ત્યારબાદ પણ સગીરા ઘરે પહોંચી ન હોવાથી પરિવારજનોની ચિંતા વધી હતી. તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં આખરે પરિવારજનોએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે દહેજ પોલીસે સગીરાના અપહરણની આશંકાને ધ્યાનમાં રાખી ગુનો દાખલ કરી તેની શોધખોળ સહિતની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

ProudOfGujarat

ગોધરા ખાતે એન.સી.સી. બટાલિયન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!