Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મોટા ડભોઈયાવાડમાં મહેદેવિયા એપાર્ટમેન્ટના બે માળની ગેલેરી તુટી પડીઃ બે વ્યક્તિને ઈજા : નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી કાટમાળ દૂર કર્યો : ઘરમાં ફસાયેલાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં

Share

 

ભરૂચ

Advertisement

ચોમાસાની મોસમમાં ભરૂચ શહેરમાં જર્જરિત મકાનો, જૂની દિવાલો, કંપાઉન્ડ ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે શનિવારે પણ શહેરના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહેદેવિયા એપાર્ટમેન્ટની બે માળની ગેલેરી અચાનક ધરાશાયી થતાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ ભરૂચ પાલિકાના લાશ્કરોને થતાં ટીમે તુરંત સ્થળ પર દોડી આવી ઘરોમાં ફસાયેલાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢયાં હતાં. ઘટનામાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ભરૂચ શહેરના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં આવેલાં સઈદ મહેદેવીયા એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં ગેલેરીનો ભાગ તુટી જતાં અફરાતફરી મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના બે માળની વોકિંગ ગેલેરી અચાનક ધરાશાયી થઈ જતાં જાણે ધરતીકંપ આવ્યો હોય તેવી દહેશત ફેલાઈ હતી. ગેલેરીનો કાટમાળ નીચે પાર્ક કરેલાં વાહનો પર પડતાં વાહનોના ફૂડચા ઉડી ગયાં હતાં. જોકે, ઘટનામાં બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બીજીતરફ કેટલાંક લોકો પહેલાં અને બીજા માળ પર ફસાઈ જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દરમિયાનમાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને ઘટનાની જાણ થતાં તુરંત સ્થળ પર દોડી આવી બચાવ પ્રક્રિયા હાથ ધરી હતી. ફાયર વિભાગના હેડ ચિરાગ ગઢવી તેમન તેમની ટીમે ફસાયેલાં લોકોને બહાર કાઢવા સાથે તમામ કાટમાળ સાઈડમાં હટાવ્યો હતો. બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખી એપાર્ટમેન્ટનું લાઈટ અને ગેસનું કનેક્શન બંધ કરાવી દીધું હતું. લોકોને સુરક્ષિત બહાર કાયા બાદ ઈમારતમાં પુનઃ દુર્ઘટના સર્જાવાની શક્યતાને નકારી શકાય તેમ ન હોવાથી પાલિકાના આરએન્ડબી વિભાગ દ્વારા એપાર્ટમેન્ટ જ્યાં સુધી રહેવા લાયક સુરક્ષિત ન બને ત્યાં સુધી ત્યાં નહિં રહેવા માટે સુચના આપવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

સાગબારા તાલુકાના માથા મોવલી ગામે બોલેરો પીકઅપ ગાડી પલ્ટી ખાઈ જતા બે મહિલાઓના ઘટના સ્થળેજ કરુણ મોત અન્ય 16 ને ઇજા.

ProudOfGujarat

મહુધામાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને સેવાસેતુ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું

ProudOfGujarat

નેત્રંગનાં વડપાન ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવેલ બોર મોટર ટાંકી છેલ્લા એક વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!