Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવા શુકલતીર્થમાં દીપડાની દસ્તકથી દહેશત, રહેણાંક વિસ્તાર પાસે દેખાતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચ જિલ્લાના નવા શુકલતીર્થ ગામમાં રહેણાંક વિસ્તારની નજીક દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી સતત મોનિટરિંગ હાથ ધર્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામના રહેવાસી રમેશ વસાવાના ઘર પાછળ અચાનક દીપડો નજરે પડ્યો હતો. હિંસક જંગલી પ્રાણી દેખાતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.

ઘટના દરમિયાન કેટલાક સ્થાનિકોએ દીપડાનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ઘટનાની ચર્ચા શરૂ થઈ છે. દીપડાની હાજરીને ધ્યાનમાં રાખી ગ્રામજનોમાં સતર્કતા વધી છે અને ખાસ કરીને બાળકો તથા પશુઓને એકલા બહાર ન મોકલવાની તકેદારી રાખવામાં આવી રહી છે.

માહિતી મળતા જ વન વિભાગની ટીમ નવા શુકલતીર્થ ગામે પહોંચી હતી અને દીપડાની અવરજવર અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સંભવિત માર્ગો અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે સ્થળ પર પાંજરું ગોઠવવામાં આવ્યું છે. હાલ વન વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે.

વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે અનાવશ્યક ભીડ એકત્ર ન કરે, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળે અને દીપડો ફરીથી નજરે પડે તો તેનો પીછો કે હેરાનગતિ કર્યા વિના તાત્કાલિક વન વિભાગને જાણ કરે.


Share

Related posts

ભરૂચ ડીસ્ટ્રીકટ કો – ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલ વિજયી બનતા ભરૂચ જિલ્લા લઘુમતી ભાજપ અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા.

ProudOfGujarat

હાંસોટ કોરોના વાઈરસ અને વિધવા સહાયનાં પગલે નાયબ કલેકટરની વિવિધ કચેરીનાં કર્મીઓ સાથે ઈમરજન્સી મીટિંગ મામલતદાર કચેરી હાંસોટ ખાતે યોજવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલનાં બજાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખી આજથી ચાર દિવસ સુધી આખો દિવસ ખુલ્લા રહશે ત્યારબાદ તા. 5/8/20 થી 11/8/20 સુધી સંપૂર્ણ બજારો લોકડાઉન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!