Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં તમામ 9 તાલુકામાં મેઘમહેર, નેત્રંગમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ :  છૂટોછવાયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી; ખેડૂતોમાં ખુશીનો માહોલ

Share

 

ભરૂચ:
ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાતા જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં અંદાજે 1.5 ઇંચ નોંધાયો છે. જ્યારે વાલિયામાં 13 મી.મી., અંકલેશ્વર અને વાગરામાં 12-12 મી.મી., ઝઘડિયામાં 8 મી.મી., હાંસોટમાં 5 મી.મી., જંબુસરમાં 3 મી.મી. તેમજ આમોદ અને ભરૂચમાં 2-2 મી.મી. વરસાદ નોંધાયો છે.

છૂટોછવાયા વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. સાથે જ વરસાદના કારણે ખેતરોમાં ભેજ વધતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


Share

Related posts

ઝઘડીયાના સરકારી બોરીદ્રા ગામે ઉકરડો કેમ હટાવતો નથી એમ કહીને હુમલો કર્યો.

ProudOfGujarat

રાહુલ ગાંધી પર સાંસદ મનસુખ વસાવા એ કર્યા આકરા પ્રહારો.

ProudOfGujarat

ટ્રેક્ટરની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત, ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!