Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં તડીપાર બુટલેગર ઘરે આવી દારૂ વેચતાં ઝડપાયો.

Share

ભરૂચ શહેર જીલ્લામાંથી બુટલેગરને તડીપાર કરાયો હોવા છતાં બુટલેગર પોતાનાં ઘરેથી વિદેશી દારૂ વેચતાં ઝડપાયો હતો. અગાઉ જીતુ ખત્રી ત્રણ વખત નિયમનો ભંગ કરતાં ઝડપાયો હતો. ભરૂચ જીલ્લામાંથી થોડા દિવસો અગાઉ જ ખત્રીવાડમાંથી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડાહ્યા ખત્રી વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો. વારંવાર દારૂ સાથે ઝડપાતા તેને જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. જોકે ફરીવાર ખત્રીવાડમાં જીતુ ખત્રી આવી વિદેશી દારૂ વેચી રહ્યો હોવાની માહિતી એ-ડિવીઝન પોલીસને મળતા પોલીસે તેના ઘરે રેડ કરતાં તે 28,500 નાં વિદેશી દારૂ સાથે જીતુ ખત્રી ઝડપાયો હતો. પોલીસે તેની અટક કરીને એસ.ડી.એમ નાં હુકમનો ભંગ તથા દારૂ અંગે ગુનો દાખલ કરવામાં અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અગાઉ તે ત્રણ વખત પાસા અને હુકમનો ભંગ કરવામાં ઝડપાયો છે. ત્યારે એવી ચર્ચા છે કે પોલીસવાળા સંપર્કમાં હતા તે બાબતે તપાસ થવી જરૂરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સી.કે.રાઉલજીની આગેવાની હેઠળ ઓરવાડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજ્યભરની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ભરૂચમાં પણ એલર્ટ

ProudOfGujarat

અંકલેશ્વર સ્ટેશન રોડ પર ની એક દુકાનમાં 1.66. 900 ના કપડાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!