Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ GIDC માં વિદેશી દારૂ ભરી રીક્ષામાં જતાં બે બુટલેગર ઝડપાયા.

Share

ભરૂચ GIDC માં રીક્ષામાં વિદેશી દારૂ લાવતો ઊંડાઈનો બુટલેગર સાથે ખેપિયો ઝડપાયો હતો. ભરૂચ શહેર જીલ્લામાં બુટલેગરો યેન કેન પ્રકારે દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યાં ભરૂચ LCB પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી કે ભરૂચ GIDC માં રીક્ષામાં દારૂ લાવવામાં આવ્યો છે. આથી પોલીસે GIDC માં આંટા ફેરા મારતા રીક્ષામાં અગાઉ દારૂમાં ઝડપાયેલા મહંમદ ફારૂક શેખ રહેવાસી બહારની ઊંડાઈ ભરૂચને જોતાં તેને રોકી તપાસ કરતાં 17,000 નો દારૂ સાથે અલ્પેશ અશોક ડાભી રહે.અમદાવાદને ઝડપી લઈને રીક્ષા, વિદેશી દારૂ મળી કુલ રૂ.78,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ કાયસ્થ બંધુ એટલે કે નયન અને રાહુલનો હોવાની ચર્ચા છે. જોકે LCB પોલીસે સી ડીવીઝન પોલીસને હવાલે કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીની મહિલાઓએ માર્ગને ઉચા કરવા અને પેવરબ્લોક મુદ્દે કરેલ રજુઆતની નિરાકરણ નહી આવતા માર્ગ બંધ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

ProudOfGujarat

વડોદરા દાંડિયા બજાર વિસ્તારમાં બંધ મકાનમાં ભંગાર કામ કરતા બે યુવક દ્વારા ચોરીનો પ્રયાસ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ઓર્ગેનિક ખેતીનો ફેલાવો કરવા ધારીખેડા સુગરની પહેલ: 5000 એકરમાં ઓર્ગેનિક શેરડીના વાવેતરનું લક્ષ્યાંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!