Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર નજીકની આશીર્વાદ હોટલનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલા કન્ટેનર ટ્રકમાંથી 10 લાખનાં ગુટકા સહિત બે ઇસમો ઝડપાયા.

Share

ભરૂચનાં નેશનલ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલ આશીર્વાદ હોટલનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલ કન્ટેનર ટ્રકમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ બાતમીને આધારે 10 લાખની ગુટકાની ગુણો સાથે કન્ટેનર ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર રોજ હજારો વાહનો પસાર થાય છે. જેમાં કેટલાક વાહનોમાં દારૂ સહિત બે નંબરી સામાનની હેરાફેરી કરવામાં આવે છે. થોડા દિવસ અગાઉ મુલદ ટોલ પ્લાઝા પાસે ગુટકા ભરેલ કન્ટેનર ટ્રક સાથે બે લોકો ઝડપાયા હતા તેની તપાસ એસ.ઓ.જી પોલીસ ચલાવી રહી છે. જયારે ગઈકાલે LCB પોલીસે રાત્રિનાં સમયે કન્ટેનર ટ્રકમાંથી લાખો રૂપિયાનો ગુટકા પાન મસાલા મળી આવ્યો હતો.

આ મામલે LCB પોલીસનાં ASI બાલુભાઈને પાકી બાતમી મળી હતી કે હાઇવે ઉપર એક કન્ટેનર ટ્રકમાં બે નંબરી સામાન છે આથી LCB ની ટીમે ભરૂચ હાઇવે ઉપર તપાસ શરૂ કરતાં નબીપુર-પાલેજ વચ્ચે આવેલ આશીર્વાદ હોટલ પાસે પાર્ક કરેલી કન્ટેનર ટ્રક નં.MH-04-JU-1167 ને જોતાં પોલીસ કન્ટેનર ટ્રકમાં તપાસ કરતાં તેમાં 4K સ્ટાર ગુટકા અને એકકા પ્રિમિયમ ગુટકાની ગુણો-140 જેટલી મળી આવી હતી. પોલીસે આ ટ્રકનાં ચાલક રામભાઉ શ્યામરાવ ચાટે રહેવાસી-નાલાસોપારા,મહારાષ્ટ્ર અને દતાત્રેય ઉગ્રસેન કીરદત રહે.મહારાષ્ટ્રની અટક કરી પૂછપરછ કરી હતી. જેમાં 10 લાખ ઉપરાંતનો ગુટકાની થેલીઓ કન્ટેનર ટ્રક વગેરે મળી કુલ રૂ.25 લાખ 15000 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આ અંગે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી આગળની તપાસ એસ.ઓ.જી પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીમાં ઔદ્યોગિક કંપનીઓને તેમનું CSR ફંડ વેન્ટિલેટર, ઓક્સિજન વગેરે માટે ખર્ચ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં જનરલ સેક્રેટરીએ અપીલ કરી.

ProudOfGujarat

વડોદરાની એકવા પોઈન્ટ સંસ્થા દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે પીવાનાં પાણીનાં છ ATM મુકાયા.

ProudOfGujarat

રાજપીપળામાં વડોદરાની ITM અર્બન ડિઝાઇનના વિદ્યાર્થીઓનું પ્રોજેકટ પ્રદર્શન યોજાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!