Proud of Gujarat
FeaturedGujaratINDIA

વી.સી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ-10 અને ધોરણ-12 ની વિદ્યાર્થિનીઓનો “શુભેચ્છા સમારંભ” તેમજ “ઈનામ વિતરણ” કાર્યક્રમ યોજાયો.

Share

વી.સી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલમાં તા.29/02/2020 શનિવારનાં રોજ ધો.10 અને ધો.12 ની વિદ્યાર્થિનીઓનો શુભેચ્છા સમારંભ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કિરાઅત, પ્રાર્થના તેમજ આમંત્રિત મહેમાનોનાં શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓનાં સર્વાંગી વિકાસ માટે સમગ્ર વર્ષ દરમ્યાન થયેલ પ્રવૃતિઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઈનામ આપી બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓએ પોતાના શાળા સમયનાં અનુભવો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાનાં મેનેજિંગ ડિરેકટર આસીફ અલી સરે વિદ્યાર્થીનીઓને જવલંત સફળતા મેળવવા માટેની શુભકામનાઓ પાઠવી હતી. અંતે વિદાય ગીત દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન ધો.12 ની અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિનીઓએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડીમાં નળકાંઠો બન્યો બેટ સમાન ત્યારે લીંબડી તાલુકાનાં રાણાગઢ ગામની સ્થિતિ દયનિય થઈ જવા પામી છે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં દુકાનદારને માર મારનાર ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

વડોદરાની નૂતન વિદ્યાલયનાં આચાર્યએ ડસ્ટર વડે મારતા વિદ્યાર્થીને હાથ પર ફ્રેકચર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!