Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન પોલિસ મથકના સર્વેલન્સ ટીમે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડયો.

Share

બેફામ બનેલા બુટલેગરો નવા કિમીયા તરફ વળ્યા છે. ભરૂચ સ્ટેશન રોડ પર મારવાડી ટેકરા પાસે રહેતા બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશા દિવાનની ૬૦ હજારના મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી. બુટલેગરે એક્સેસ મોપેડની બૉડીમાં ખાસ જ્ગ્યા બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડયો હતો.

તેમાંથી એક બાદ એક ૨૫૦ થી વધુ વિદેશી દારૂના પાઉચ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હોળી-ધુળેટી તહેવાર અનુસંધાને લીસ્ટેડ બુટલેગરે વાહનમાં નવતર કિમિયો અજમાવ્યો હતો.

જોકે ભરૂચ એ ડિવિઝન પોલિસ મથકના સર્વેલન્સ ટીમે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેર એ ડીવી.પો.સ્ટે. પો.ઈન્સ. એ.કે. ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસોએ ભરૂચ શહેરના મારવાડી ટેકરા ખાતે રહેતો હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશા દિવાન નાઓ નંબર પ્લેટ વગરની સુઝુકી એક્સેસ મોપેડમાંથી 8 PM blue પાઉચ નંગ ૨૫૭, કુલ કિં.રૂ. ૨૫,૭૦૦/- તથા મોપેડની કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- મળી કુલ- મુદ્દામાલ રૂપિયા ૬૦,૭૦૦/- સાથે પકડી પાડી પ્રોહીબિશન અંગેનો ગુનો દર્જ કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

ProudOfGujarat

હિરાસર એરપોર્ટમાં ફરી વિઘ્ન : ૧૩ જમીન ધારકોનો વળતર લેવા સહમતી ન આપી

ProudOfGujarat

​ભરૂચ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની 81મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!