Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનુબરની સોસાયટીઓમાં તસ્કરોની હિલચાલથી ભયનો માહોલ : આફરીન એપાર્ટમેન્ટની દુકાનમાંથી રૂ.40 હજારની ચોરી; સીસીટીવીમાં 8થી વધુ શંકાસ્પદ શખસો કેદ

Share

 

ભરૂચ: ભરૂચ તાલુકાના મનુબર ગામની વિવિધ સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ તસ્કરોની હિલચાલના સીસીટીવી ફૂટેજ સામે આવતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. આફરીન એપાર્ટમેન્ટમાં આવેલા મકાન સાથેની દુકાનમાંથી તસ્કરો આશરે રૂ.40 હજારની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, આફરીન એપાર્ટમેન્ટના મકાન નંબર-37માં ઘર સાથે દુકાન આવેલી છે. રાત્રિના સમયે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી પ્લાસ્ટિકનો ગલ્લો તોડી નાખ્યો હતો. ત્યારબાદ અન્ય ગલ્લામાંથી આશરે રૂ.40 હજારની રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. ફૂટેજમાં આઠથી વધુ શંકાસ્પદ શખસોની હિલચાલ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક શખસોએ મોઢે બુકાની બાંધી હતી અને હાથમાં ચપ્પલ લઈને સોસાયટીમાં ફરતા તેમજ મકાનોમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. એકથી વધુ શખસોનું ટોળું રાત્રિના સમયે સોસાયટીમાં ફરતું હોવાના દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. રિક્ષામાં પણ ચોરીના પ્રયાસો થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મનુબર સહિત ભરૂચના પશ્ચિમ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ લોકોની અવરજવરથી રહીશોમાં ચિંતા વધી છે. સ્થાનિકોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. સીસીટીવી ફૂટેજ પોલીસને સુપરત કરવામાં આવ્યા છે.

સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસ સમક્ષ સીસીટીવીમાં કેદ થયેલા શખસોની ઓળખ કરી તાત્કાલિક ધરપકડ કરવા તેમજ સોસાયટીઓમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ કરી છે. હવે પોલીસ તપાસમાં ચોરી પાછળ કઈ ટોળકી સક્રિય છે અને અન્ય સોસાયટીઓમાં પણ આવી જ ઘટનાઓ બની છે કે કેમ તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.


Share

Related posts

મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય રિતેશ વસાવાએ નેત્રંગ તાલુકામાં બંને યોજનાનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું.

ProudOfGujarat

રાજકોટનાં વિંછીયામાંથી ૭૫ હજારથી વધુની કિંમતના ગાંજા સાથે બે ઇસમો પકડાયા

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ ગોલ્ડન પામ વિલાના એક મકાનમાં લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!