Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

Share

ભરૂચ: ભરૂચમાં લાંચરુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ભરૂચ કચેરીમાં દવાના નવા હોલસેલ પરવાના આપવા બદલ ₹40,000ની લાંચ લેતા વર્ગ-1ના મદદનીશ કમિશ્નર અને વર્ગ-2ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

ACBની માહિતી મુજબ, ફરિયાદીએ દવાના નવા હોલસેલ પરવાના માટે અરજી કરી હતી. પરવાના અંગેની પ્રક્રિયા માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈએ ₹40,000થી ₹50,000 લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.

Advertisement

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન મદદનીશ કમિશ્નર પ્રકાશભાઈ નાનકરામ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈ ₹40,000 સ્વીકારતા ઝડપાયા હતા.

ACBએ બંને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ₹40,000ની લાંચની રકમ રિકવર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાથી ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાંચના મામલે ચકચાર મચી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકાનાં ૨ અને તાલુકાનાં ૧ વિસ્તારો પરથી ક્લસ્ટર કન્ટેઇનમેન્ટનાં નિયંત્રણો દૂર કરતો હુકમ કરવામાં આવ્યો.

ProudOfGujarat

નડિયાદ : રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બેઠક મળી.

ProudOfGujarat

ભરૂચમાં બાઇક ચોરીના બે ગુનામાં ત્રણ આરોપીઓને રહિયાદ ચોકડી ખાતેથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!