Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતો સૂરતનો શાતિર ચોર ઝડપાયો : ગઠિયો કીમથી ટ્રેનમાં ભરૂચ આવતો બાદમાં રેલવે ટ્ર઼ેકની આસપાસની સોસાયટીના મંદિરને નિશાન બનાવતો 

Share

ભરૂચ:

ભરૂચ શહેરના સિધ્ધનાથનગરમાં આવેલા અંબાજી મંદિર તેમજ શક્તિનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરીને આશરે ૧૦થી વધુ મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Advertisement

ગત ૧૭ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે સિધ્ધનાથનગરમાં આવેલા અંબાજી મંદિરમાં અજાણ્યો ચોર પ્રવેશી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતીપોલીસે આસપાસના CCTV ફુટેજ મેળવી ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે શક્તિનાથ ગરનાળા પાસેથી આરોપી રાકેશ બચુભાઇ મેડા (ઉં.વ. ૩૫, મૂળ રહે. દાહોદ, હાલ રહે. સુરત)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રિયલમી કંપનીનો ૧ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦) અને રોકડા રૂ. ૫,૭૪૦ મળી કુલ રૂ. ૧૦,૭૪૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ ભરૂચમાં રહેતો હોવાથી શહેરના રસ્તાઓ અને પોલીસ નાઇટ પોઇન્ટથી વાકેફ હતો. તે સુરત જિલ્લાના કીમ સ્ટેશનથી ટ્રેન મારફતે ભરૂચ રેલ્વે સ્ટેશને આવતો હતો અને રેલ્વે લાઇન નજીક આવેલી સોસાયટીઓના મંદિરોને જ નિશાન બનાવતો હતો. દાનપેટી ચોરીને રેલ્વે પાટા નજીકના અવાવરૂ સ્થળે લઈ જઈ તોડીને રોકડ રકમ ચોરી ફરાર થઈ જતો હતો.

બોક્ષ

૧૦થી વધુ મંદિર ચોરીના ગુનાઓનો એકસાથે ઉકેલ

ઝડપાયેલો આરોપી રાકેશ મેડા રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ ભરૂચના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન તેણે ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલ વધુ ૮ જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે, જેમાં  આનંદનગર સોસાયટીનું ઓમકારેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ મંદિર  આશ્રય સોસાયટી (નંદેલાવ રોડ)નું હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી અને ભાથીજીદાદા મંદિર  ભોલાવ ગામનું સોમનાથ મહાદેવ મંદિર  જ્યોતીનગર પાસેનું મહાદેવ મંદિર  ઝાડેશ્વર ગામ પાસે આવેલ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.

Share

Related posts

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે.

ProudOfGujarat

ભરૂચ : વાગરા પોલીસ વિભાગને બોલેરો આપતી વિલાયત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન.

ProudOfGujarat

આમોદ તાલુકામાં શ્રીકોઠી-રોંધ માર્ગ પર અકસ્માત: માત્રોજના રહેવાસીનું અકસ્માતમાં મોત,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!