Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં CEIR પોર્ટલથી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો :  ચોરીના મોબાઇલમાં પોતાના નામનું સિમકાર્ડ નાખતા આરોપી ઝડપાયો, રૂ.15 હજારના બે મોબાઇલ કબજે

Share

 

ભરૂચ: ભરૂચ શહેરના પાંચબત્તી બુદ્ધદેવ માર્કેટ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ચોરી થયેલા મોબાઇલ ફોનમાં આરોપીએ પોતાના નામનું સિમકાર્ડ નાખતા CEIR પોર્ટલની મદદથી તેની ઓળખ છતી થઈ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના બે મોબાઇલ ફોન કબજે કર્યા છે.

Advertisement

મળતી માહિતી મુજબ, ગત 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે પાંચબત્તી બુદ્ધદેવ માર્કેટ નજીક આવેલા એક મકાનમાંથી અજાણ્યો શખ્સ વીવો કંપનીના બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાએ સર્વેલન્સ ટીમને તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે ચોરી થયેલા બંને મોબાઇલના IMEI નંબર CEIR પોર્ટલ પર અપલોડ કર્યા હતા. દરમિયાન આરોપીએ ચોરી કરેલા મોબાઇલ પૈકી એકમાં પોતાના નામનું સિમકાર્ડ નાખ્યું હતું. જેથી CEIR પોર્ટલ મારફતે મોબાઇલનો ઉપયોગ કરનાર વ્યક્તિની ઓળખ તથા સરનામાની માહિતી પોલીસને મળી હતી.

આ માહિતીના આધારે પોલીસે અજય કિશોરભાઈ દેવીપૂજકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વીવો V20SE અને વીવો Y29 મોડેલના બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત આશરે રૂ.15 હજાર હોવાનું જાણવા મળ્યું છે.

આમ, ટેક્નોલોજીની મદદથી ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો.


Share

Related posts

ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્યકક્ષામંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શ્રમિકો માટે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”નો પ્રારંભ કરવામાં આવ્યો

ProudOfGujarat

ભાવનગર એસઓજીના જંબુસરની જામીયા ઉલમુલ કુરઆન મદ્રેસામાં ધામા : ભાવનગરના ગેરકાયદે મદ્રેસા કેસમાં ઝડપાયેલાં મૌલાનાએ જંબુસરની મદ્રેસામાં અભ્યાસ કર્યો હતો

ProudOfGujarat

મહેસાણા : બહુચરાજી સિવિલમાં ડોક્ટરોની અછત, દર્દીઓ કલાકો સુધી લાઈનમાં બેસવા મજબૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!