Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી પોલીસે ઉમલ્લા નજીક ઢુંઢા ગામ ખાતે એક બુટલેગરને બાતમીના આધારે રેડ કરી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ એલસીબી પોલીસને ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે ઉમલ્લા ગામ નજીક ઢુંઢા ગામ ખાતે રહેતો નરેન્દ્ર ઉર્ફે નંદુ પૂનમ વસાવાએ પોતાના ઘરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે જેના આધારે રેડ કરી હતી. રેડ દરમ્યાન પોલીસને વિવિધ બ્રાન્ડની વ્હીસ્કીની નાની બોટલો 366 નંગ કિંમત રૂ. 36,600 નો જથ્થો ઝડપી પાડયો હતો.પોલીસે દારૂના જથ્થો, રોકડ રકમ ઉપરાંત મોબાઈલ મળીને કુલ રૂ. 42,500 ના મુદ્દામાલ સાથે નંદુ વસાવાની અટકાયત કરી હતી. તેમજ માલ મોકલનાર રાજેશ બાવા વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : વેલાછા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના જમાદારની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ મામલતદારને રજૂઆત

ProudOfGujarat

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં વોન્ટેડ બુટલેગરને પકડી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

વડોદરામાં મંગળ બજાર ખાતે ગેરકાયદેસર દબાણો હટાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!