Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વ્યસની પતિની રોજબરોજની મારથી ત્રસ્ત પત્નીએ 181ને ફોન કર્યો :  સીવણકામ કરી ઘર ચલાવતી મહિલાને પતિનો માનસિક-શારીરિક ત્રાસ; કાઉન્સેલિંગ બાદ પતિએ વ્યસન છોડવા અને હાથ ન ઉપાડવાની બાંહેધરી આપી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં મિત્રોની સંગતમાં આવીને વ્યસનના રવાડે ચઢેલા પતિની રોજબરોજની મારપીટ અને માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાએ અંતે 181 મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો. મહિલાની ફરિયાદ મળતાં જ હેલ્પલાઇનની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે પતિનું કાઉન્સેલિંગ કરી મહિલાને મદદ પૂરી પાડી હતી.

મહિલાના જણાવ્યા મુજબ, તેનો પતિ અવારનવાર મોડો ઘરે આવતો હતો. પતિને મોડા આવવા અંગે પૂછપરછ કરતાં તે ઉશ્કેરાઈ જતો અને પત્ની સાથે મારપીટ કરતો હતો. ઘરખર્ચ અને બાળકની જવાબદારી નિભાવવાના બદલે પતિ વ્યસનમાં પૈસા ખર્ચી નાખતો હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો.

પરિવારની આર્થિક સ્થિતિ સંભાળવા માટે મહિલાએ જાતે સીવણકામ કરી ગુજરાન ચલાવવું પડતું હતું. પતિને વ્યસન છોડવા અને પરિવારની જવાબદારી નિભાવવા સમજાવતાં પણ તે ઝઘડો કરી પત્નીને માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદ મળતાં 181 મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી. કાઉન્સેલરોએ પતિને સમજાવ્યું હતું કે પત્ની સાથે મારપીટ કરવી તેમજ શારીરિક કે માનસિક ત્રાસ આપવો ગંભીર બાબત છે. આ ઉપરાંત તેમને ઘરેલુ હિંસા અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ અંગે માહિતી આપી કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેવી સ્પષ્ટ સમજ આપવામાં આવી હતી.

કાયદાકીય કાર્યવાહીની ગંભીરતા સમજ્યા બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. સાથે જ તેણે ભવિષ્યમાં વ્યસન છોડવા, પત્ની પર હાથ ન ઉપાડવા અને પરિવારનું યોગ્ય ભરણપોષણ કરવાની બાંહેધરી આપી હતી.

181 મહિલા હેલ્પલાઇનની સમયસરની મદદથી મહિલાને રાહત મળી હતી અને દંપતી વચ્ચે કાઉન્સેલિંગ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.


Share

Related posts

કલમઠા ગામની સર્પડંશની મહિલાને એનડીઆરએફની ટીમે બચાવી :

ProudOfGujarat

શનિવારે CGMSની પરીક્ષા : રાજ્ય કક્ષાના મેરીટમાં આવનાર ૨૫ હજાર બાળકોને શિષ્યવૃત્તી મળશે

ProudOfGujarat

અંકલેશ્વર ના ગોલ્ડન બ્રિજ ખાતે ત્રીજા દિવસે ગણેશ વિસર્જન કરાયું હતું. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!