Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી

Share

 

ભરૂચ:

Advertisement

ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાઓએ કૃષ્ણના વેશમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું.

જન્માષ્ટમી નિમિત્તે બાળકો દ્વારા ડાન્સ, નૃત્ય, નાટક તેમજ રાસ-ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને સંદેશને ઉજાગર કરતા કાર્યક્રમોએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મિક ભાવના જગાવી હતી.

કાર્યક્રમના અંતે પરંપરાગત રીતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. મટકી ફૂટતા જ સમગ્ર અનુભૂતિ ધામ **‘નંદ ઘેર આનંદ ભયો’, ‘જય કનૈયા લાલ કી’**ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તિ, આનંદ અને ઉત્સાહના માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

આ વિશેષ જન્માષ્ટમી મહોત્સવમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદિદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં સંસ્થાના અનુયાયીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનુભૂતિ ધામ કૃષ્ણમય બની ગયું હતું.


Share

Related posts

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

ProudOfGujarat

વડોદરા : કરજણ રેલવે સ્ટેશનની ફુટ ઓવર બ્રિજ સમસ્યાના નિવારણ માટે ધારાસભ્યને રજુઆત કરાઇ.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં પાનવડ ગામમાં સાફ સફાઈનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યું ઠેરઠેર ગંદકી – કચરાનાં ઢગ છવાતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!